પીએફ કાંડ: એપી મિશ્રાને કસ્ટડીમાં લેવાતા ચકચાર

પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા તેમની કઠોર પુછપરછ
By: admin   PUBLISHED: Tue, 05 Nov 2019 14:57:10 +0530 | UPDATED: Tue, 05 Nov 2019 14:57:10 +0530

મિશ્રા અખિલેશ યાદવના નજીકના હોવાના હેવાલ

ઉત્તરપ્રદેશમાં વીજળી કર્મચારીઓના પીએફમાં થયેલા કોંભાડના સંબંધમાં પોલીસ અને આર્થિક અપરાધ શાખાએ તેનો સકંજા હવે વધારે મજબુત બનાવી દીધો છે. પોલીસે આજે મંગળવારના દિવસે યુપીપીસીએલના પૂર્વ એમડી એપી મિશ્રાની તેમના આવાસ પરથી ધરપકડ કરી લીધી હતી.

પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓની ટીમ તેમના આવાસ પર પહોંચીને તેમને કસ્ટડીમાં લઇ લીધા બાદ હવે તેમની પુછપરછ કરી રહી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે એપી મિશ્રાના ઉત્તરપ્રદેશમાં અગાઉની સમાજવાદી પાર્ટીની સરકારમાં સારા સંબંધ હતા. પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ સાથે તેમના ખુબ સારા સંબંધ રહી ચુક્યા છ.

એપી મિશ્રાને અખિલેશની સરકારમાં ખાસ ચહેરા તરીકે ગણવામાં આવતા હતા. અખિલેશ સરકારના ગાળા દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા હતા. મિશ્રાએ યુપીપીસીએલના એમડીના હોદ્દા પર રહીને એ વખતના મુખ્યપ્રધાન અખિલેશ યાદવ પર એક પુસ્તક લખ્યુ હતુ. જેનુ વિમોચન પણ અખિલેશ યાદવ દ્વારા જ એ વખતે કરવામાં આવ્યુ હતુ. બીજી બાજુ ઉત્તરપ્રદેશ સરકાર હાલમાં આક્રમક દેખાઇ રહી છે. સોમવારના દિવસે યોગી સરકારે આક્રમક કાર્યવાહી કરીને પાવર કોર્પોરેશનના એમડી અપર્ણા યુને દુર કરી દીધા હતા. એમ દેવરાજને નવા એમડી તરીકે નિમવામાં આવ્યા છે.

શરૂઆતી તપાસમાં એવી વિગત ખુલીને બહાર આવી હતી કે પીએફના રોકાણ માટે કોઇ ટેન્ડર જારી કરવામાં આવ્યા ન હતા. માત્ર કોટેશન મારફતે ડીએચએફએલમાં ૨૨૬૮ કરોડનુ જંગી રોકાણ કરી દેવામાં આવ્યુ હતુ. પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. વીજળી કર્મચારીઓના પૈસાને ખોટી રીતે રોકી દેવામાં આવ્યા હતા.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.