લંડનના ક્રિકેટ મેદાન બહાર ભેળ વેચતો આ અંગ્રેજ ફેરિયો કોણ છે?અહીં જાણો

અંગુસ ડેનુને ભેળ વેચી સૌ કોઇના દિલ જીત્યા
By: Monika Vyas   PUBLISHED: Wed, 12 Jun 2019 15:15:24 +0530 | UPDATED: Wed, 12 Jun 2019 15:15:24 +0530

 લંડન

બે દિવસ પહેલાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડીયો શેર કર્યો છે જેમાં એક અંગ્રેજ ભેળ વેચતો નજરે પડી રહ્યો છે.એકદમ ટીપીકલ ભૈયાજી સ્ટાઇલથી ભેળ બનાવતા આ અંગ્રેજનો વીડીયો સોશિયલ મીડીયામાં વાઇરલ થયા પછી સૌ કોઇને એ જાણવાની ઇંતજારી છે કે આ વીડીયો ક્યાંનો છે ? અને ભેળ વેચતો અંગ્રેજ કોણ છે?

 આ અંગ્રેજ વ્યક્તિએ કોલકાતામાંથી જાલ મુરી બનાવવાનું શીખ્યું છે. હવે તે આ જ ખાસ સ્ટ્રીટ ફૂડને લંડનમાં વેચીને કમાણી કરી રહ્યો છે.

જણાવી દઈએ કે આ એક બ્રિટિશ શેફ છે. તેનું નામ અંગુસ ડેનૂન છે.અંગૂસ લાંબા સમય સુધી કોલકાતામાં રહી ચૂક્યા છે. અહીંથી જ તેમણે જાલ મુરી બનાવવાની રીત શીખી. કોલકત્તામાં ભેળને જાલ મુરી કહે છે..અંગુસ ડેનુન  વર્લ્ડકપ 2019માં મેચ દરમિયાન ભારતીય ફેન્સને જાલ મુરી વેચી રહ્યા હતા. અંગુસ કહે છે કે ભારતથી બ્રિટન પાછા આવીને તેમને લાગ્યું કે તેઓ જાલ મુરી વેચી શકે છે. કારણ કે તેમાં કોઈપણ પ્રકારના કૂકિંગ હોતું નથી.અંગુસે પોતાના સ્ટોરનું નામ પણ The Everybody Love Love Jhalmuri Express રાખ્યું છે. અંગુસ લંડનની ગલીઓના કોર્નર પર ઊભા રહીને જાલ મુરી વેચે છે ,જેને ભારતીયો સિવાય અંગ્રેજો પણ હોંશે હોશે માણે છે.

અંગુસ એકદમ ટીપીકલ ભૈયા સ્ટાઇલથી ભેળ બનાવે છે,જેમાં ચટાકેદાર મસાલાથી લઇને ચણાજોર ગરમ અને લીંબુ-ચટણીનો ભરપુર રસ હોય છે.અંગુસની ભેળ બનાવવાની રીત પર ભારતીયો એટલા આફરીન થયા છે કે તેનો વીડીયો હજારો ટ્વીટર એકાઉન્ટ પર શેર થયો છે.ત્યાં સુધી કે સુપર સ્ટાર અમિતાભે પણ તેમના ટ્વીટર એકાઉન્ટ પર અંગુસનો ભેળ બનાવતો વીડીયો શેર કર્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.