રાજસ્થાનનું મતદાન, જુઓ આંકડાઓ

રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે થશે મતદાન
By: Monika Vyas   PUBLISHED: Thu, 06 Dec 2018 19:35:55 +0530 | UPDATED: Thu, 06 Dec 2018 19:35:55 +0530

 

જયપુર 

રાજસ્થાનમાં આવતીકાલે  સાતમી ડિસેમ્બરે મતદાન યોજાનાર છે. રાજસ્થાનમાં ૪.૭૫ કરોડ મતદારો ૨૨૭૪ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે તૈયાર છે. તમામ મતદારો ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. આવતીકાલે મતદાન સવારે ૮ વાગ્યા શરૂ થશે અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલનાર છે. રાજસ્થાનમાં મુખ્ય ચૂંટણી અધિકારી આનંદકુમારે કહ્યું છે કે, યોગ્ય સુરક્ષા વ્યવસ્થા રાજસ્થાનમાં ચૂંટણીને લઇને ગોઠવી દેવામાં આવી છે. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી પરિવર્તનની સ્થિતિ રહેલી છે. જા કે આ વખતે કેટલાક નવા સમીકરણ રચાવવાના સંકેત દેખાઇ રહ્યા છે. ભાપ અને કોંગ્રેસ બળવાખોરોને લઇને પરેશાન છે. રાજસ્થાનની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા પ્રચારમાં દેખાયા ન હતા. ખેડુતોની સમસ્યા, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દા કરતા રાષ્ટ્રીય મુદ્દા પ્રચાર દરમિયાન વધારે ચમક્યા હતા. રાજસ્થાનમાં ચૂંટણી ચિત્ર નીચે મુજબ છે.

કુલ વિધાનસભા સીટો   ૨૦૦

ચૂંટણી યોજાશે           ૧૯૯

ચૂંટણી મોકુફ થઇ       રામગઢ મતવિસ્તાર

મતદાનની તારીખ     ૭મી ડિસેમ્બર

મતદાન યોજાશે         ૮થી ૫ વાગે

ઉમેદવારો મેદાનમાં     ૨૨૭૪

મહિલા ઉમેદવારો       ૧૮૯

મતદારોની સંખ્યા       ૪.૭૫ કરોડ

પુરૂષ મતદારોની સંખ્યા ૨,૪૭,૨૨,૩૬૫

મહિલા મતદારોની સંખ્યા ૨,૨૭,૧૫,૩૯૬

મતદાન મથકોની સંખ્યા        ૫,૧૬૮૭

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.