હવે ચા પીને નહીં બલ્કે ચા ચાવીને આળસને દૂર કરો

ચા ઉદ્યોગમાં સફેદ ચા અન્ય ચા કરતા પણ મોંઘી છે
By: admin   PUBLISHED: Tue, 06 Nov 2018 16:48:57 +0530 | UPDATED: Tue, 06 Nov 2018 16:48:57 +0530

જર્મનીમાં લોકો ચા પીતા નથી ચા ખાય છે

 ચાએ આપણી રોજીંદી લાઈફનો એક મહત્વનો હિસ્સો છે. પરંતુ હવે આ પ્રવાહી પદાર્થ ચાવવાના રૂપમાં પણ ભારે લોકપ્રિયતા મેળવી રહ્યો છે. એટલું જ નહીં આને ધુમ્રપાન કરનારા લોકોમાં નિકોટીનના પ્રભાવને ઓછુ કરતા પદાર્થ તરીકે પણ જોવામાં આવે છે.

ઉટી સ્થિત ડોડ્ડાબેટ્ટા ટી ફેક્ટ્રીઅને ટી મ્યુઝિયમના મહાપ્રબંધક એલ વરદરાજે જણાવ્યું કે, જર્મનીના કેટલાક ભાગોમાં તો લોકો પોતાની આળસ દૂર કરવા માટે કંઈક આવી જ રીતે ચાની સફેદ પત્તીઓને ચાવે છે, જેમ ભારતમાં લોકો પાન મસાલા ચાવીને કરે છે. વરદરાજની ફેક્ટ્રી યુરોપીય દેશોના કેટલાક ભાગોમાં સફેદ ચાની નિકાસ કરે છે.

તેમણે જણાવ્યું કે, ખરેખર આ એક અદ્‌ભૂત અને જાણવા જેવી વાત છે કે લોકો ત્યાં (જર્મનીમાં) આળસ દૂર કરવા માટે સફેદ ચાને પાન મસાલાની જેમ ખાવાનું પસંદ કરે છે. ચા ઉદ્યોગમાં સફેદ ચાની બહુ ડિમાન્ડ છે તેથી જ તે અન્ય ચા કરતા મોંઘી છે. સફેદ ચાની પત્તીને હાથથી તોડી શકાય છે અને નિકાસ પહેલા તેને તડકામાં સુકવવામાં આવે છે. વરદરાજે જણાવ્યું કે, સ્વાસ્થ્યને જોતા પણ આ સફેદ ચાનો ઉપયોગ સારો છે અને આને ગ્રીન ટી કરતા પણ વધારે ફાયદાકારક ગણવામાં આવે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.