અમદાવાદ : તબીબ મહિલાએ ચોથા માળથી ઝંપલાવીને આત્મહત્યા કરી

વસ્ત્રાપુરમાં કમર્શિયલ બિલ્ડીંગમાંથી કૂદી ડોક્ટર મહિલાએ આપઘાત કર્યો
By: admin   PUBLISHED: Mon, 10 Jun 2019 21:53:57 +0530 | UPDATED: Mon, 10 Jun 2019 21:53:57 +0530

અમદાવાદ

અમદાવાદનાં વસ્ત્રાપુરમાં મહિલા ડો.મીતા માંકડે અદ્વૈત કોમપ્લેક્ષનાં ચોથા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. તેમને આસપાસના લોકોએ તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચાડ્યાં હતા, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હતુ, તેમનું મોત થઇ ગયું હતુ. મહિલા તબીબની આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી.

ડૉ. માંકડે ચોથામાળેથી ઝંપલાવ્યા બાદ તેમા ને તાત્કાલિક સંજીવની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનારા ડૉ. માંકડ જીસીઆરઆઈ કોલેજમાં ગાયનેકોલોજીક ઓન્કોલોજીના પ્રોફેસર હતા.

ડો.મિતા માંકડ વસ્ત્રાપુર સુમેરુ બંગ્લોઝમાં રહેતા હતા. ગાયનેક અને કેન્સર નિષ્ણાત ડો. મિતા માંકડ પોતાની કાર લઈને અદ્વૈત બિલ્ડિંગ આવ્યાં હતા અને અહીથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ કેસમાં સીસીટીવી મેળવીને આગળની તપાસ શરૂ કરી છે. તેમની પાસેથી કોઇ સ્યૂસાઇડ નોટ કે અન્ય કોઇ વસ્તુ હજુ સુધી મળી નથી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.