પીએમ મોદીએ આર્મીના જવાનો સાથે ઉજવી દિવાળી,કેદારનાથના કર્યા દર્શન

પીએમ મોદીએ કેદારનાથ મંદિર પહોંચીને ભગવાનના દર્શન કર્યા
By: Monika Vyas   PUBLISHED: Wed, 07 Nov 2018 12:31:41 +0530 | UPDATED: Mon, 12 Nov 2018 16:17:05 +0530


હર્ષિલ,દહેરાદુન

 

આજે કરોડો દેશવાસીઓની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના હર્સિલમાં ભારતની આર્મીના જવાનો સાથે દિવાળી મનાવી હતી. પીએમ મોદીએ ભારતીય સેનાના જવાનો સાથે મુલાકાત કરીને તેઓને મિઠાઈ પણ વહેંચી હતી.


 

વડાપ્રધાન છેલ્લાં ચાર વર્ષથી આર્મીના જવાનો સાથે જ દિવાળી મનાવે છે. દેહરાદૂનથી નીકળતાં પહેલાં તેઓએ ટ્વીટ કરી લોકોને દિવાળીની શુભેચ્છા આપી. પીએમએ ટ્વીટમાં લખ્યું, "દિવાળી લોકોના જીવનમાં ખુશાલી અને સમૃદ્ધિ લાવે.


 

જવાનો સાથે દિવાળી મનાવ્યા બાદ પીએમ મોદી કેદારનાથ પહોંચ્યા હતા. અહીં હેલીપેડથી ઉતર્યાં બાદ લગભગ અડધા કિલોમીટરનો રસ્તો તેઓએ પદયાત્રા કરી પૂરો કર્યો. અને બાબા કેદારનાથના મંદિર પહોંચ્યા. જ્યાં તેઓએ પૂજા અર્ચના અને કેદારનાથ બાબાનો જળાભિષેક કર્યો.

 

વડાપ્રધાન બન્યાં બાદ કેદારનાથની આ તેમની ત્રીજી મુલાકાત છે. છેલ્લાં બે વર્ષથી તેઓ રૂદ્રાભિષેક કરતાં હતા આ વખતે તેઓ જળાભિષેક કર્યો. મંદિરની બહાર આવીને તેઓએ નંદીને પ્રણામ કર્યાં અને મંદિરની પરિક્રમા પણ કરી.

 

પીએમ મોદીએ બે કલાક જેટલો સમય કેદારનાથમાં રોકાઇને અહીંના કેદારપુરી પ્રોજેક્ટ જેવા નિર્માણ કાર્યોની સમીક્ષા લીધી હતી.

 

2013ના ભારે પુર અને બરફના તોફાનમાં કેદારનાથ મંદિરની આજુબાજુનો વિસ્તાર નાશ પામ્યો હતો અને હવે તેને પુનનિર્માણનું કામ ચાલી રહ્યું છે.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.