હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પીઢ અભિનેતા દીલિપ કુમાર

છાતીમાં દુઃખાવો અને ઈન્ફેક્શનની ફરીયાદ હતી
By: admin   PUBLISHED: Thu, 11 Oct 2018 18:45:14 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 18:46:53 +0530

૩ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

પીઢ અભિનેતા દીલિપ કુમારને છાતીમાં દુઃખાવો અને ઈંફેક્શનની ફરીયાદ બાદ ૭ ઓક્ટોબરની રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ત્રણ દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સે તેમને કમ્પલીટ રેસ્ટની સલાહ આપી છે. મહત્વનુ છે કે આ પહેલા ૫ સપ્ટેમ્બરે દીલિપ કુમારને છાતીમાં દુઃખાવો અને ઈન્ફેક્શનના કારણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દીલિપ કુમારની ઉંમર ૯૫ વર્ષની છે.જેના કારણે છેલ્લા ઘણા સમયથી તેઓ સાર્વજનિક પ્રસંગોમાં પણ નજરે નથી પડી રહ્યા. તેમની સારસંભાળ તેમની પત્ની સાયરા બાનો જ કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં બોલીવુુડના કેટલાક દિગ્ગજ દીલિપ કુમારના ઘરે જઈને તેમના ખબર અંતર પૂછતા રહ્યા છે.

થોડા સમય પહેલા જ જાણીતા ડાયરેક્ટર સુભાષ ઘાઈએ કહ્યુ હતું કે ભારતીય સિનેમાના શહેનશાહને આ સ્થિતિમાં જોઈને તે ઘણા દુઃખી છે. તેમણે જણાવ્યુ કે, દીલિપ કુમારને જોઈને હું દુઃખી થઈ જાઉ છું. અમે એકબીજાને ૨૨ વર્ષથી જાણીએ છીએ, મેં તેમને મારા ભાઈની જેમ પ્રેમ કર્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.