9 વર્ષની બાળકીનો રેપ કરી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા ફટકારતી કોર્ટ,32 દિવસમાં જ ફેંસલો

33 વર્ષના વિષ્ણુએ કોર્ટમાં ગુનો કબૂલ કર્યો
By: Monika Vyas   PUBLISHED: Thu, 11 Jul 2019 16:35:52 +0530 | UPDATED: Thu, 11 Jul 2019 16:35:52 +0530


ભોપાલ 

ભોપાલની સેશન્સ કોર્ટે 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના દોષીને ફાંસીની સજા સંભળાવી છે. આ કેસની સુનાવણીમાં કોર્ટે ગણતરીના દિવસોમાં જ નિર્ણય સંભળાવી દીધો છે.

  એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કુમુદિની પટેલે માત્ર 32 દિવસમાં જ આ ચુકાદો આપી ઇતિહાસ રચ્યો હતો.

ભોપાલના કમલાનગરની  માંડવા વસ્તીમાં વિષ્ણુ બામોરે નામના યુવકે 8 જુને બાળકી સાથે રેપ કરી તેની હત્યા કરી હતી.ઘટનાના બીજા દિવસે આ માસુમની લાશ નાળાની બાજુમાં મળી આવી હતી.

33 વર્ષના વિષ્ણુ બામોરેને રેપની કલમ 376,અકુદરતી સેક્સની કલમ 377 અને હત્યાની કલમ 302 હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો.

વિષ્ણુએ કોર્ટ સમક્ષ કબુલ્યું હતું કે તેણે નશાની હાલતમાં આ કૃત્ય કર્યું હતું.તેણે કોર્ટને એમ પણ કહ્યું કે તેને ફાંસી આપવામાં આવે.

આ મામલામાં પોલીસે 17 જુને કોર્ટમાં ફોરેન્સિક રિપોર્ટ સહિત 108 પાનાની  ચાર્જશીટ ફાઇલ કરી હતી.પોલીસે 40 લોકોને સાક્ષી બનાવ્યા હતા. કોર્ટે વિષ્ણુ બામોરેને બાળકી સાથે બળજબરી સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા અને ત્યારબાદ તેની હત્યા કરવાના કેસમાં દોષી માન્યો છે.

કોર્ટે આ મામલાની રોજે રોજ સુનવણી કરી હતી.

ભોપાલ પોલીસે ઘટના બાદ વિષ્ણુ બામોરાની ખંડવાથી ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે, આ કેસમાં એક મહીનામાં દોષીને સજા આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

દોષી વિષ્ણુ બાળકીના પાડોશમાં જ રહેતો હતો. બાળકી ઘરેથી સામાન લેવા માટે બહાર નીકળી હતી, ત્યારે જ આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો હતો. પોલીસને વિષ્ણુના ઘરેથી બાળકીની બંગડીઓ અને અન્ય પુરાવાઓ મળી આવ્યા હતા.

  ફેબ્રુઆરી 2018 પછી મધ્યપ્રદેશમા સગીરો પર રેપ  અને હત્યા કરનાર 27 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.