ઓડિશાના દરિયા કિનારે તિતલી વાવાઝોડુ ત્રાટક્યું,3 લાખ લોકોનું સ્થળાંતર,2ના મોત

ઓડિશાના દરિયા કિનારે તિતલી વાવાઝોડુ ત્રાટક્યું હતું.
By: Monika Vyas   PUBLISHED: Thu, 11 Oct 2018 10:52:31 +0530 | UPDATED: Wed, 17 Oct 2018 15:24:56 +0530


ગોપાલપુર,ઓડિશા

બંગાળના સમુદ્રમાં પર બનેલા દબાણના કારણે તિતલી વાવાઝોડુ ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયા કિનારે ત્રાટક્યું છે.ચક્રવાત ત્રાટકતાં ઓડિશાના દરિયા કિનારેથી 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આંધ્રપ્રદેશમાં તિતલીના કારણે ભુસ્ખલન થતાં 2 વ્યક્તિઓના મોત થયા છે.ગજપતિ જીલ્લાના અનેક ગામોમાં વીજળી ડુલ થઇ ગઇ છે.તિતલીના કારણે ગોપાલપુર અને ગજપતિ જીલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે.

ઓડિશાના ગોપાલપુરના દરિયા કિનારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે રેસક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.કોસ્ટગાર્ડે 5 માછીમારોને લઇ જતી બોટને ચક્રવાતના સંકજામાંથી બચાવી હતી.બચાવ કામગીરીમાં ડિસ્ટાસ્ટર અને રેસક્યુ ટીમો પણ જોડાઇ હતી.કેન્દ્ર સરકારે એનડીઆરએફના 1,000 જવાનોને ઓડિશા અને આંધ્રપ્રદેશ મોકલી આપ્યા હતા.

તિતલી ત્રાટકતાની સાથે ગુરવારે સવારે ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારોમાં 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.ઓડિશાના દરિયા કિનારે આવેલા ગોપાલપુરમાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળે છે અને બુધવારથી વરસાદ પણ વરસી રહ્યો છે.

ઓડિશાના 18 જિલ્લાઓમાં સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સરકારે દરિયા કિનારાના વિસ્તારમાંથી લગભગ 3 લાખ લોકોને બહાર કાઢ્યા હતા. વાવાઝોડાને પગલે ઓડિશામાં સ્કૂલ, કૉલેજ અને આંગણવાડી કેન્દ્ર 11 અને 12 તારીખ દરમિયાન બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

હવામાન વિભાગે તોફાન 145 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે.સાઇક્લોનનું ડાયામીટર 21 કિલોમીટર સુધીનું છે.

ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે તોફાનના કારણે 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ચક્રવાતના કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશ સરકાર સલમાતીના પગલાં ભરી રહી છે. બન્ને રાજ્યોમાં એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે.

પાંચ જિલ્લાના કલેક્ટરોએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવાનો આદેશ આપ્યો છે.

મુખ્ય સચિવ આદિત્ય પ્રસાદ પીધીએ કહ્યું કે રાજ્યમાં 11 ઓક્ટોબરે થનારી વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓને રદ કરી દેવામાં આવી છે. તોફાનને કારણે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.