ક્રિકેટમાં શાનદાર કેરિયર બનાવી જંગી આવક મેળવી શકાય છે...

બેટ,બોલ અને ક્રિકેટથી કેરિયર બનશે
By: admin   PUBLISHED: Sat, 29 Jun 2019 16:07:19 +0530 | UPDATED: Sat, 29 Jun 2019 16:07:19 +0530

સારી ફિજિકલ ફિટનેસ, સખત મહેનત અને શિસ્ત તેમજ સતત સારા દેખાવથી આગળ આવી શકાય : કરોડો રૂપિયા સારા ખેલાડીને મળે છે

હાલમાં ક્રિકેટ વર્લ્ડની રોમાંચક મેચોનો દોર ચાલી રહ્યો છે. સમગ્ર દુનિયા બેટ, બોલ અને વિકેટને લઇને રોમાંચમાં ડુબેલી છે. તમે પણ ક્રિકેટ મેચોની મજા માણી રહ્યા હશો. તમામ લોકો સારી રીતે જાણે છે કે ક્રિકેટ મારફતે પણ એક શાનદાર કેરિયર બનાવી શકાય છે. દેશ માટે ક્રિકેટ રમવાની બાબત તો દરેક યુવા માટે એક સપનુ  હોય છે. સાથે સાથે દેશનુ પ્રતિનિધીત્વ કરવાની બાબત સૌથી મોટા ગર્વની બાબત છે. જો કે દેશ માટે ક્રિકેટ રમવાની બાબત પણ કોઇ સરળ નથી.

સતત સારા દેખાવ અને શિસ્તના કારણે તેમજ જોરદાર ફિટનેસ મારફતે આ સિદ્ધી હાંસલ કરી શકાય છે. ક્રિકેટમાં કેરિયર બનાવવા માટે પણ કઠોર પરિશ્રમની સાથે સાથે નિયમિત અભ્યાસ જરૂરી રહે છે. ક્રિકેટ ખેલાડી બનવા માટે સારી ફિજિકલ ફિટનેસતેમજ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં કુશળતા પણ ખુબ જરૂરી હોય છે. તેની અંદર હારનો સામનો કરવાનીક્ષમતા પણ હોવી જોઇએ. તે દરેક પરિસ્થિતીનો સામનો કરી શકે અને તેમાં ભળી શકે તેવી ક્ષમતા રહે તે જરૂરી છે.

 ક્રિકેટમાં શાનદાર કેરિયર કઇ રીતે બનાવી શકાય છે તે અંગે આજે અમે આ લેખ મારફતે તમામ માહિતી આપી રહ્યા છીએ. ભારતમાં સ્થાનિક મેચો કેટલીક ફોર્મેટમાં હોય છે. જેમાં ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ એ અને ટી-૨૦ ક્રિકેટનો સમાવેશ થાય છે. આ તમામ મેચો માટે ભારતમાં ખેલાડીઓની પસંદગીની કામગીરી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ભારતમાં ક્રિકેટના કોચ, ફિજિયોથેરાપિસ્ટ, અને ટીમના અન્ય સભ્યોની પસંદગી કરે છે. ખેલાડીઓ, કોચ અને ફિજિયોથેરાપિસ્ટને બોર્ડની સાથે એક નિશ્ચિત સમય ગાળાની અંદર પૂર્ણ થાય તે રીતે કોન્ટ્રાક્ટ પર સાઇન કરવાના હોય છે.

ભારત માટે ક્રિકેટ રમવાના બે રસ્તા રહેલા છે. પ્રથમ રસ્તો સ્કુલથી શરૂ થાય છે. સ્કુલમાં ક્રિકેટ મેચોમાં શાનદાર દેખાવ,ના આધાર પર ખેલાડીઓને ઇન્ટરકોલેજ અને ઇન્ટર યુનિવર્સિટી મેચોમાં પ્રવેશ કરવાની તક મળે છે. આના કારણે રણજી ટ્રોફી માટે પસંદગી કરવામાં આવે છે. આ મેચોમાં શાનદાર દેખાવના આધાર પર ઇન્ટરનેશનલ મેચો માટે પસંદગી કરવામાં આવે છે.

ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત મેચોમાં સતત સારો દેખાવ કરનાર તરફ તમામનુ ધ્યાન ખેંચાય છે. જેના આધાર પર ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે. ભારતના દરેક જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન બનેલા છે. તેમાં મળીને રાજ્ય ક્રિકેટ એસોસિએશન બનાવવામાં આવે છે. ડિસ્ટ્રીક્ટ એસોસિએશન ખેલાડીઓના દેખાવના આધાર પર જિલ્લા સ્તરની મેચો માટે ખેલાડીઓની પસંદગી કરે છે. તેમાં દેખાવના આધાર પર સ્ટેટ લેવલ ટીમની પસંદગી કરવામાં આવે છ. ત્યારબાદ સ્ટેટ લેવલના દેખાવના આધાર પર રાષ્ટ્રીય સ્તર પર રણજી ટ્રોફી મેચો રમવાની તક મળે છે.

આ મેચોમાં શાનદાર દેખાવના કારણે રાષ્ટ્રીય સ્તર પર રમવા માટે તક મળે છે. સૌથી મોટી બાબત તો સતત સારા દેખાવ સાથે જોડાયેલી છે. ફિટનેસ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. વારંવારની ઇજા ન થાય તે બાબત પણ ધ્યાન આપવાની જરૂર હોય છે. આવી સ્થિતીમાં ફિટનેસ, શારરિક એનર્જીના સ્તરને જાળવી રાખીને ટોપ સ્તર પર રમી શકાય છે. અનેક ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન્ને મળીને ડિવિઝન બને છે.

ડિવિઝન સ્તર પર પસંદગી માટે ડિસ્ટ્રીક્ટ લેવલ પર ટ્રાયલ યોજવામાં આવે છે. ઇન્ટર ડિવિઝનલ ટુર્નામેન્ટમાં પરફોર્મના આધાર પર કેમ્પ માટે પસંદગી કરવામાં આવે છે. આ કેમ્પમાં પસંદ કરવામાં આવેલા ખેલાડીઓને લોકપ્રિય અને જાણીતા કોચ દ્વારા ક્રિકેટ રમવા માટે ટોપ સ્તર પર ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં દેખાવના આધાર પર રણજી ટ્રોફી ટીમમાં પસદગી કરવામાં આવે છે.

બોર્ડ દ્વારા તમામ ક્રિકેટ ખેલાડીઓની ચુકવમી માટે કેટેગરી નક્કી કરી લીધી છે. જેમાં ચાર કેટેગરી રહેલી છે. જેમાં એ પ્લસ, , બી, અને સીનો સમાવેશ થાય છે. પ્લેયર્સની રેન્કિંગના આધાર પર એક વર્ષ માટે આ કેટેગરી માન્ય રહે છે. પ્લેયર વર્ષની વચ્ચે જોડાય છે તો તેને સી કેટેગરીમાં રાખવામાં આવે છે. ભારતમાં ક્રિકેટને લઇને સૌથી વધારે ક્રેઝ રહે છે.

અન્ય રમત કરતા ક્રિકેટને લોકો વધારે પસંદ કરે છે. અન્ય રમતોમાં પણ યુવા ખેલાડીઓ શાનદાર દેખાવ કરી રહ્યા છે પરંતુ ક્રિકેટને લઇને ભારતમાં અલગ ક્રેઝ જોવા મળે છે. આવી સ્થિતીમાં ક્રિકેટમાં કેરિયર બનાવવા માટે આજે વધુને વધુ યુવાનો આગળ આવી રહ્યા છે. આ પ્રવાહ અકબંધ રહી શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.