એડિલેડ ટેસ્ટની સાથે સાથે કોહલીએ મેદાનમાં ૯૮ રનની સરેરાશ ધરાવે છે

વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમની જોરદાર કસોટી થનાર છે.
By: admin   PUBLISHED: Wed, 05 Dec 2018 16:21:36 +0530 | UPDATED: Wed, 05 Dec 2018 16:24:07 +0530

એડિલેડ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી એડિલેડ ખાત શરૂ થઇ રહી છે.એડિલેડમાં પ્રથમ ટેસ્ટની શરૂઆતની સાથે સાથે નીચે મુજબ છે.

 1. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમની જોરદાર કસોટી થનાર છે.
 2. બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી તૈયારીમાં વ્યસ્ત હતી
 3.  ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે હોટફેવરીટ ખેલાડી તરીકે છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો તે ઓસ્ટ્રેલિયા ભારતથી ખુબ આગળ છે
 4.   પેટ કમિન્સ હાલના વર્ષોમાં જોરદાર બોલર તરીકે ઉભરી ચુક્યો છે.
 5.  ભારતીય ટીમ ઇતિહાસને ભુલીને જોરદાર દેખાવ કરવા તૈયાર છે
 6.  પીટર હેન્ડસ્કોમના કારણે મશેલ માર્શને પડતો મુકવામાં આવ્યો છે. જ્યારે માર્કસ હેરિસે ઓપનિંગ બેટ્‌સમેન તરીકે એન્ટ્રી કરી છે
 7.  કોહલી આ મેદાનમાં ધરખમ રેકોર્ડ ધરાવે છે. તે ત્રણ સદી સાથે એડિલેડ ઓવલમાં ૯૬.૫૦ રનની સરેરાશ ધરાવે છે
 8. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૪ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર પાંચ ટેસ્ટ મેચ જીતી છે.
 9.  ભારતીય ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી, રહાણે અને પુજારા સહિતના બેટ્‌સમેન પર ક્રિકેટ ચાહકોની ખાસ નજર રહેશે
 10. વર્ષ ૨૦૧૪-૧૫થી હજુ સુધી ભારતે ૪૬ પૈકી ૨૬ ટેસ્ટ મેચો જીતી છે. આ ગાળા દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટમાં પહેલા નંબર પર પહોંચી ગઇ છે. સ્થાનિક મેદાનમાં શાનદાર દેખાવની સાથે સાથે ભારતે કેટલાક નવા રેકોર્ડ સર્જી દીધી છે
 11.  છેલ્લા ૧૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.