નાગરિક સુધારા બિલને અંતે રાષ્ટ્રપતિની મંજુરી મળી ગઇ

હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલ બિન મુસ્લિમ લોકોને નાગરિકતા મળશે : હેવાલમાં ધડાકો
By: admin   PUBLISHED: Fri, 13 Dec 2019 17:44:39 +0530 | UPDATED: Fri, 13 Dec 2019 17:44:39 +0530

મંજુરી બાદ કાનુન બનતા સસ્પેન્સનો હવે અંત

નાગરિક સુધારા બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ગુરૂવારે મોડીરાત્રે લીલીઝંડી આપી દીધી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. રાષ્ટ્રપતિએ મોડી રાત્રે બિલ પર હસ્તાક્ષર કરી દેતા આ હવે કાનુન બની ગયુ છે. રાષ્ટ્રપતિ દ્વારા બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા બાદ નાગરિકતા કાનુન ૧૯૫૫માં હવે સુધારા લાગુ કરી દેવામાં આવ્યા છે. આના કારણે ત્રણ દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ધાર્મિક અત્યાચારનો શિકાર થઇને ભારત આવેલા અને છેલ્લા કેટલાક સમયથી ભારતમા રહેતા લોકોને નાગરિકતા મળી જશે.

બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવનાર છે. આ કાનુન મુજબ હિન્દુ, શિખ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના જે સભ્યો ૩૧મી ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવ્યા હતા અને જેમને ધાર્મિક અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો તે ભારતીય નાગરિક બની જશે.

અત્રે નોંધનીય છે કે રાજ્યસભામાં ચર્ચાસ્પદ નાગરિક સુધારા બિલને બુધવારે લાંબી ચર્ચા ચાલ્યા બાદ  લીલીઝંડી મળી ગઈ હતી. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વધુ એક મોટી સિદ્ધિ અને મોટી સફળતા હાંસલ કરી લીધી હતી. ભારે ચર્ચા અને વિવાદ જગાવનાર બિલ રાજ્યસભામાં પાસ થયા બાદ એકબાજુ ભાજપ અને સાથી પક્ષોના કાર્યકરોએ જારદાર ઉજવણી કરી હતી .રાજ્યસભામાં બિલની તરફેણમાં ૧૨૫ અને વિરોધમાં ૧૦૫ મત મળ્યા હતા. શિવસેનાએ વોકઆઉટ કર્યો હતો. સંસદના બંને ગૃહોમાં બિલ પાસ કરાયુ હતુ.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.