મોદીને નીચ આદમીવાળા નિવેદનને ફરી યોગ્ય ઠેરવ્યુ

મણિશંકરે મોદીની શૈક્ષણિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો છે
By: admin   PUBLISHED: Tue, 14 May 2019 15:51:18 +0530 | UPDATED: Tue, 14 May 2019 15:51:18 +0530

કોંગ્રેસી નેતા મણિશંકર અય્યર ફરી ચર્ચામાં

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યર ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. વર્ષ ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબંધમાં આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને યોગ્ય ઠેરવતા હોબાળો થઇ ગયો છે. એ વખતે અય્યરે મોદીને નીચ કિસ્મ કા આદમી જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. વર્ષ ૨૦૧૭માં મિડિયા સાથે વાતચીત કરતા મણિશંકરે મોદ માટે નીચ કિસ્મ કા આદમી જેવી શબ્દનો ઉપયોગ કર્યોહતો. એ વખતે ભાજપ અને અન્ય પક્ષો દ્વારા તેમની જોરદાર ટિકા કરવામાં આવી હતી. હોબાળો થયા બાદ મણિશંકરે આના માટે માફી પણ માંગી હતી.

જો કે હાલમાં પ્રકાશિત કરવામાં આવેલા પોતાના લેખમાં મણિશંકરે મોદીની હાલની રેલીનો ઉલ્લેખ કરીને કહ્યુ છે કે યાદ છે તેમને ૨૦૧૭માં શુ કહ્યુ હતુ. શુ તેઓએ યોગ્ય ભવિષ્યવાણી કરી ન હતી.પોતાના લેખમાં મણિશંકરે મોદીની રેલી અને ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો છે. મોદીની શૈક્ષણિક પૃષ્ઠભૂમિને લઇને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન ગણેશની પ્લાસ્ટિક સર્જરી અને ઉડનખટોલાને પ્રાચીન વિમાન દર્શાવવાના નિવેદનને અજ્ઞાનતાવાળા નિવેદન ગણાવ્યા હતા. અય્યરે એવા નિવેદનનો ઉલ્લેખ પણ કર્યો હતો જેમાં મોદીએ બાલાકોટ હુમલાના સમય વાદળોની આડનો લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજીવ ગાંધીના સંબંધમાં નિવેદન કરવામાં આવ્યા બાદ અય્યરે આ પ્રતિક્રિયા આપી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.