ડુંગળી હાલ રડાવશે: એક મહિના રાહત નહીં મળે, લોકો ત્રાહીમામ

રીટેલમાં ભાવ કિલોદીઢ ૯૦-૯૫ રૂપિયા સુધી પહોંચી ગયા
By: admin   PUBLISHED: Thu, 28 Nov 2019 12:49:33 +0530 | UPDATED: Thu, 28 Nov 2019 12:49:33 +0530

ડુંગળીના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં વરસાદના પરિણામે પાકને ભારે નુકસાન: વિદેશમાંથી આયાત કરવામાં આવેલો ડુંગળીનો જથ્થો પહોંચ્યો

અતિ જીવનજરૂરી વસ્તી ડુંગળીના ભાવે રેકોર્ડ સપાટી પર પહોંચી ગયા છે. ડુંગળીના વધતા જતા ભાવના કારણે લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. જોકે સામાન્ય લોકો માટે વધુ નિરાશાજનક સમાચર છે. મોટા ભાગના કારોબારીઓ અને બજાર સાથે જાડાયેલા લોકો માની રહ્યા છે કે હજુ એક મહિના સુધી ડુંગળીના ભાવ આસમાને રહેશે. સાથે સાથે એક મહિના સુધી ડુંગળી રડાવી શકે છે.

ડુંગળીના ભાવના કારણે તો રાજ્ય સરકારોનના પણ આંસુ આવી ગયા છે. સપ્લાયને લઇને થઇ રહેલી પરેશાની અને અન્ય કારણો પણ રહેલા છે. સપ્લાયને લઇને કટોકટીના કારણે સરકારી વેન્ડસ અને વેનમાં સસ્તી ડુંગળીનુ વેચાણ હવે બંધ કરી દેવામાં આવ્યુ છે. બીજી બાજુ રિટેલ કિંમતો તો રેકોર્ડ આસમાને પહોંચી ગઇ છે.

ડુંગળીના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય ગણતા મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને ખરાબ હવામાનના કારણે ડુંગળીના પાકને ભારે અસર થઇ છે. પાકને નુકસાન થયુ છે. પાક નષ્ટ થવાના કારણે દિલ્હી અને દેશની અન્ય મંડીઓમાં ડુગંળીનો જથ્થો આયાત કરવામાં આવેલા જથ્થામાંથી પહોંચી રહ્યો છે. સાથે સાથે બીજા રાજ્યોમાંથી પણ પાકનો જથ્થો પહોંચી રહ્યો છે. છતાં સપ્લાય દરરોજ ૫૦૦ ટન કરતા ઓછી એકલા દિલ્હીમાં છે.

આ તમામ કારણોઁસર ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. દરમિયાન કેન્દ્ર સરકારે બુધવારના દિવસે જ દેશભરમાં ટ્રેડર્સ માટે ડુંગળીની સ્ટોક લિમિટ સાથે સંબંધિત પ્રતિબંધની અવધિને અચોક્કસ મુદ્દત માટે વધારી દેવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યુ છે કે ડુંગળીની કિંમતો ક્યારેય સામાન્ય બની જશે તે અંગે હાલમાં વાત કરવી વહેલી તકે હશે. જોકે કિંમતોને સામાન્ય બનાવી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમણે કહ્યુ છે કે આ બાબત તેમના હાથમાં નથી. સરકાર મહત્તમ પ્રયાસ કરી રહી છે પરંતુ કુદરતની સાથે કોણ જીતી શકે છે.

તેમણે કહ્યુ હતુ કે રીટેલર્સ અને હોલસેલર્સ માટે સ્ટોક હોલ્ડિંગ લિમિટ આગામી દશક સુધી વધારી દેવામાં આવી છે. આ લિમિટ સપ્ટેમ્બર મહિનામાં લાગુ કરવામાં આવી હતી. હાલમાં રીટેલર ૧૦૦ ક્વિન્ટલ સુધી અને હોલસેલર ૫૦૦ ક્વીન્ટલ સુધી ડુગંળીની ખરીદી કરી શકે છે. રીટેલ દુકાનો પર ડુંગળીના ભાવ થોડાક સપ્તાહ પહેલા સુધી ૭૦ રૂપિયા કિલો સુધી હતા.

જોકે હવે ભાવ ૯૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. ૩૦ રૂપિયા કિલોના દરે સરકારી ડુંગળી વેચાણની પ્રક્રિયા બંધ થઇ જતા તેની પણ અસર જોવા મળી રહી છે. બુધવારના દિવસે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર તરફથી તેમને ડુંગળીનો જથ્થો મળી રહ્યો નથી. જેના કારણે સરકારી ડુગંળી બંધ થઇગઇ છે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્થિતીને કાબુમાં રાખવા માટ જુદા જુદા પગલા લીધા છે. જેના ભાગરૂપે ૬૦૯૦ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય પહેલાથીજ કરવામાં આવ્યો છે. જોકે કારોબારી માની રહ્યા છે કે આના કારણે હાલમાં ઉંચી રહેલી કિંમતો ફરી ઘટશે નહીં. કારણ કે સ્થિતી સામાન્ય બનવામાં એક મહિના સુધીનો સમય લાગી શકે છે. હાલમાં તો કિંમત આંશિક રીતે હળવી થઇ શકે છે. રાહત મળવના સંકેત દેખાઇ રહ્યા નથી.

 

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.