રાજ્ય સરકારે સીએનજી સ્ટેશનો સ્થાપવાના કામને લગતાં બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા

સીએનજી પંપની સ્થાપના પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી
By: admin   PUBLISHED: Wed, 10 Jul 2019 23:53:41 +0530 | UPDATED: Wed, 10 Jul 2019 23:53:41 +0530

ગાંધીનગર
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સીએનજી સ્ટેશન સ્થાપવાની પ્રક્રિયાને વેગ મળે તે હેતુથી બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. 
તદ્દઅનુસાર, હાલ કાર્યરત પેટ્રોલ સ્ટેશનમાં અને નવા શરૂ થનારા સીએનજી સ્ટેશન માટે લેવાની થતી ફાયર વિભાગની પરવાનગી તેમજ વજન-માપન અને સ્ટેમ્પિંગ સંબંધિત મંજૂરી ઓન લાઇન અરજી કર્યાના ૭ દિવસમાં જ આપી દેવાશે.સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦ થી વધારે નવા સીએનજી સ્ટેશન ‘સીએનજી સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રૂપાણીએ તાજેતરમાં જ સીએનજી વાહન ધારકો-ચાલકોને સરળતાથી સીએનજી ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય જાહેર કરેલો છે. ગુજરાત સીએનજી  ડિલર એસોસીએશન દ્વારા મુખ્યપ્રધાન સમક્ષ નવા સીએનજી સ્ટેશનો શરૂ કરવા માટેની મંજૂરી પક્રિયાને ઝડપી બનાવવા માટેનો  પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સીએનજી પંપની  સ્થાપના પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.