કેપીએલ ફિક્સિંગમાં ૨૭.૫ લાખમાં ક્રિકેટરો વેચાયા હતા

બેંગલોર પોલીસમની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડનો દોર જારી : ઝડપાયેલા ગૌતમ અંતે ગુનાની કબુલાત કરી લીધી
By: admin   PUBLISHED: Fri, 08 Nov 2019 15:39:05 +0530 | UPDATED: Fri, 08 Nov 2019 15:39:05 +0530

ધીમી બેટિંગ અને વધારા રન આપ્યા હતા : હેવાલ

કર્ણાટક પ્રિમિયર લીગ (કેપીએલ)માં ફિક્સિંગના મામલ ઉંડી તપાસનો દોર જારી રહ્યો છે. ઝડપાઇ ગયેલા વિકેટકિપર બેટ્‌સમેન સીએમ ગૌતમે પોતાના ગુનાની કબુલાત કરી લીધી છે. જાઇન્ટ પોલીસ કમીશ્નર સંદીપ પાટિલે માહિતી આપતા કહ્યુ છે કે તેના નિવેદન ઉપરાંત તપાસ કરનાર અધિકારીઓ અને ટીમની પાસે મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગમાં ગૌતમની ભાગીદારી હોવાના પુરતા પુરવા મળી ગયા છે.

પાટિલે કહ્યુ હતુ કે હજુ પુછપરછ જારી રહી છે. ડાબેરી સ્પીનર અબરાર કાજી પર એક અન્ય કેપીએલ ટીમ બેંગ્લોર બ્લાસ્ટર્સની સામે લીગ તબક્કાની મેચ દરમિયાન રન આપવા માટે ૭.૫ લાખ રૂપિયા લેવાનો આરોપ છે. જ્યારે ગૌતમ પર કથિત રીતે ધીમી બેટિંગ કરવા માટે એક અન્ય ટીમ બેલાગાવી પેન્થર્સના માલિક પાસેથી ૨૦ લાખ રૂપિયા લેવાનો આરોપ છે. ગૌતમ પહેલાથી જ તપાસ ટીમના ટાર્ગેટ પર હતો. તેના પર નજર રાખવામાં આવી રહી હતી.

પોલીસ સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ૩૧મી ઓગષ્ટના દિવસે કેપીએલ ફાઇનલ દરમિયાન જુદી જુદી ઘટનાઓની સમીક્ષા પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. પહેલા કેટલાક અન્યોની પુછપરછ પણ કરવામાં આવી હતી. જા કે મોડેથી તેમને પ્રાથમિક પુછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા. હવે ફિક્સિંગનો મામલો સપાટી પર આવતા ખળભળાટ મચી ગયો છે. 

ધરપકડ કરવામાં આવેલા બે ખેલાડીઓની ફ્રેન્ચાઇસ બેલ્લારીમાંથી છે. તેમના નામ પર સપાટી પર આવી ચુક્યા છે. જેમાં સીએસ ગૌતમ અને અબરાર કાજી તરીકે છે. ગૌતમ ટીમના કેપ્ટન તરીકે છે. જ્યારે કાજી વિકેટકિપર બેટ્‌સમેન તરીકે આ પહેલા આ મામલામાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આ પહેલા ફ્રેન્ચાઇસ બેંગલોર બ્લાસ્ટર્સના બોલર કોચ વિનુ પ્રસાદ  અને બેટ્‌સમેન વિશ્વનાથની ૨૬મી ઓક્ટોબરના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. કોચ પર આરોપ છે કે તે સટ્ટાબાજા સાથે મળીને બેલગાવિ પૈન્થર્સની સામે મેચને ફિક્સ કરાઇ હતી.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.