ચોકલેટ અને રેડ વાઈન હાર્ટ માટે ખૂબ જ શ્રેષ્ઠ છે : રિપોર્ટ

કાર્ડિઓવેસક્યુલરની સિસ્ટમ સહિત શરીરની જુદી જુદી વ્યવસ્થા પર એન્તિઓક્સિડન્ટની હકારાત્મક અસર રહે
By: admin   PUBLISHED: Sat, 14 Dec 2019 15:01:59 +0530 | UPDATED: Sat, 14 Dec 2019 15:01:59 +0530

ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઈડ્‌સનું પ્રમાણ છે

હાલમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી અને રેડ વાઈન પીવાથી ફાયદો થાય છે. આરોગ્ય માટે આ બંને ચીજા ઉપયોગી રહેલી છે. સંબંધોને મજબૂત બનાવવામાં પણ આની ભુમિકા છે. એક કાર્ડિયોલોજીસ્ટે આ મુજબની વાત કરી છે. વન્ડર બીલ્ટ હાર્ટ એન્ડ વેસક્યુલર ઇન્સ્ટીટ્યુટ કાર્ડિયોલોજિસ્ટ જુલી ડેમ્પે માહિતી આપતા જણાવ્યું છે કે આ તમામ બાબતો પાછળ જુદી જુદી થીયરી રહેલી છે. જે લોકો લગ્ન કરી ચુક્યા છે અથવા તો જે લોકો ખૂબ જ નજીકના મજબૂત સંબંધ ધરાવે છે. તે લોકોમાં રેડ વાઈનનું પ્રમાણ વધારે છે. આ લોકો સારિરીક રીતે વધુ શક્રિય રહે છે. આવા લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ પણ ઓછું રહે છે.

એક થીયરી એવું કહે છે કે લવ રિલેશનશીપમાં રહેલા લોકોમાં ન્યુરો હાર્મોનલ ફેરફાર થતા રહે છે. જેની શરીર ઉપર ખૂબ હકારાત્મક અસર થાય છે. શરીરમાં ચોક્કસ હાર્મોનનું પ્રમાણ સ્ટ્રેસ ઉપર પણ આધારિત હોય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ડાર્ક ચોકલેટ અને રેડ વાઈન હાર્ટ માટે ઉપયોગી છે. ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઈડ્‌સના તત્વો રહેલા છે. જેમાં એન્ટી ઓક્સિજન હોય છે.

એન્ટી ઓક્સિડન્ટની જુદી જુદી રીતે શરીરની વ્યવસ્થા ઉપર હકારાત્મક અસર થાય છે. કાર્ડિઓવોસક્યુલર સિસ્ટમ ઉપર પણ તેની સારી અસર થાય છે. ડાર્ક ચોકલેટમાં કોકાનું પ્રમાણ હોય છે. ફ્લેવોનોઈડના લાભ આપે છે. ડાર્ક ચોકલેટ બ્લડ પ્રેશરને ઘટાડવામાં ઉપયોગી ભુમિકા ભજવે છે. ઉપરાંત બ્લડ સુગર લેવલના પ્રમાણને પણ ઘટાડે છે. લોહીના પુરવઠાનેપણ સુધારે છે.

અભ્યાસમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ચોકલેટની અસર અને તેના અન્ય લાભ અંગે વધુ પ્રયોગ ચાલી રહ્યા છે. અભ્યાસમાં આટલુ જાણવા મળ્યું છે કે જે લોકો એક સપ્તાહમાં એક અથવા તેનાથી વધુ વખત ચોકલેટ ખાઈ જાય છે તે લોકોમાં હાર્ટના રોગનો ખતરો ઘટી જાય છે. સ્ટોકનો ખતરો પણ ઘટી જાય છે. ફ્લેવોનોઈડ રેડ વાઈનમાં પણ છે.

ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓછા પ્રમાણમાં શરાબનું સેવન અથવા તો દિવસમાં એક ડ્રીંક મહિલા માટે અને એક થી બે પુરુષો માટે હાર્ટ અટેક જેવા કાર્ડિઓવેસક્યુલર રોગના ખતરાને ઘટાડે છે. જોકે આ તબીબે કહ્યું છે કે જે લોકો હાલ શરાબ પી રહ્યા નથી તે લોકો શરાબ પીવાની શરૂઆત કરે તેમ અભ્યાસમાં કહેવામાં આવી રહ્યું નથી.

ચોકલેટ-રેડવાઈનના લાભ

-              ડાર્ક ચોકલેટ અને રેડવાઈનના ઘણા ફાયદા રહેલા છે

-              ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઈડ્‌સ છે જે એન્તિઓક્સિડન્ટ્‌સ છે

-              એન્તિઓક્સિડન્ટ્‌સની કાર્ડિઓવેસક્યુલર સિસ્ટમ સહિત જુદી જુદી શરીરની વ્યવસ્થા ઉપર હકારાત્મક અસર થાય છે

-              ડાર્ક ચોકલેટ બ્લડ પ્રેશરને ઘટાડવામાં ઉપયોગી છે

-              બ્લડ સુગરના પ્રમાણને પણ ઘટાડવામાં ઉપયોગી છે

-              એક સપ્તાહમાં એક વખતથી વધુ ચોકલેટ ખાનાર લોકોમાં હાર્ટ અટેકનો ખતરો અને સ્ટ્રોકનો ખતરો ઘટી જાય છે

-              રેડ વાઈનમાં પણ પૂરતા પ્રમાણમાં ફ્લેવોનોઈડ્‌સ છે

-              ઓછા પ્રમાણમાં શરાબથી હાર્ટ અટેક જેવા કાર્ડિઓવેસક્યુલર રોગના ખતરાને પણ ઘટાડે છે.

 

 

 

-

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.