અયોધ્યા મુદ્દે કોઇ પણ સમય ચુકાદો: ૫૦૦ની અટકાયત

૧૦ હજારથી વધારે લોકો હાલમાં રડાર ઉપર છે : પોલીસ
By: admin   PUBLISHED: Fri, 08 Nov 2019 15:45:04 +0530 | UPDATED: Fri, 08 Nov 2019 15:45:54 +0530

૧૬૫૯ લોકોના સોશિયલ મિડિયા પર ચાંપતી નજર

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ફેંસલો હવે કોઇ પણ સમય આવી શકે છે. આવી સ્થિતીમાં ઉત્તરપ્રદેશ સરકાર જારદાર રીતે સક્રિય થયેલી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. યુપીના ડીજીપી ઓપી સિંહે કહ્યુ છે કે પોલીસે હજુ સુધી ૧૬૫૯ લોકોના સોશિયલ મિડિયા એકાઉન્ટસ પર નજર રાખવામાં આવી રહી છેજા જરૂર પડે તો ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ રાખવામાં આવી શકે છે. દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ આજે ઉત્તરપ્રદેશના ડીજીપી અને મુખ્ય સમિચવે વાતચીત માટે બોલાવ્યા છે. આને લઇને તમામ પાસા પર ચર્ચા છે બીજી બાજુ ડીજીપીએ કહ્યુ છે કે પોલીસ ફોર્સને સાફ સંદેશા આપવામાં આવ્યા છે કે કોઇ પણ કિંમતે શાંતિ રહેવી જાઇએ.

છેલ્લા થોડાક દિવસમાં જ ૬૦૦૦ શાંતિ બેઠકો યોજવામાં આવી ચુકી છે. ૫૮૦૦ ધર્મગુરૂઓ સાથે વાતચીત પણ થઇ ચુકી છે. ડીજીપી ઓપી સિંહના કહેવા મુજબ હજુ સુધી આશરે ૧૦૦૦૦ લોકો રડાર પર છે. તેમને સીઆરપીસી હેઠળ રાખવામાં આવ્યા છે. જેના કારણે આ લોકો શાંતિ ભંગ કરી શકશે નહીં. ૫૦૦થી વધારે લોકોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.

ફિલ્ડ પર સૌથી વધારે ધ્યાન સોશિયલ મિડિયા પર કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. આના માટે એક ટીમને લગાવી દેવામાં આવી છે. હજુ સુધી ૧૬૫૯ લોકોના એકાઉન્ટસ પર નજર રાખવામાં આવી રહી છે. આ એકાઉન્ટસ પર સામાજિક શાંતિને ભંગ કરવાના પ્રયાસ કરવામાં આવી શકે છે. અયોધ્યામાં શાંતિ જાળવી રાખવા માટે અનેક પડકારો રહેલા છે.અટકાયતનો દોર હાલમાં  જારી રહી શકે છે. તંત્ર સંપૂર્ણ પણે સજ્જ દેખાઇ રહ્યુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.