અયોધ્યા કેસ: ચુકાદા પહેલા ૮ અસ્થાયી જેલો તૈયાર થઇ

ડ્રોન મારફતે પણ અયોધ્યા ઉપર ચાંપતી નજર: અહેવાલ
By: admin   PUBLISHED: Fri, 08 Nov 2019 15:49:46 +0530 | UPDATED: Fri, 08 Nov 2019 15:49:46 +0530

કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા પણ એડવાઇઝરી જારી

અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પહેલા અયોધ્યા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવાની સાથે સાથે આઠ અસ્થાયી જેલનુ નિર્માણ પણ કરી લેવામાં આવ્યુ છે. અયોધ્યા કેસમાં ચુકાદો આવે તે પહેલા કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા પણ જરૂરી એડવાઇઝરી જારી કરવામાં આવી છે. સમગ્ર અયોધ્યા પર ડ્રોન મારફતે પણ નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કેટલીક શાંતિ કમિટીની રચના પણ કરવામાં આવી છે.

સુત્રોના કહેવા મુજબ વધારાના સુરક્ષા દળો માટે કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા અર્ધલશ્કરી દળોની ૪૦ કંપનીઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે. અયોધ્યાની અંદર આતંક વિરોધી ટોળકી ગોઠવી દેવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાઓ અને સ્થાનિક ગુપ્તચર એકમોને પણ તૈનાત કરવામાં આવી છે. અયોધ્યા સહિત આસપાસના ક્ષેત્રોમાં પેરામિલેટરી ફોર્સ , રેપિડ એક્શન ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પીએસીના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અયોધ્યા જનપદની આસપાસ આઠ કોલેજમાં અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. બીજી બાજુ બપસના નેતા માયાવતીએ કહ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા મામલે જે કઇપણ ચુકાદો આવે તેનુ સ્વાગત કરવામાં આવે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર ચુકાદાની તારીખ નજીક આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશમાં કાનુન અને વ્યવસ્થાની સ્થિતીને જાળવી રાખવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.

હવે ચુકાદા પહેલા મજબતુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ૩૪ સંવેદનશીલ જિલ્લામાં ડીજીપી દ્વારા જરૂરી આદેશ જારી કરવામાં આવ્યા છે. અયોધ્યા મામલામાં સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ હવે ચુકાદા પર તમામની નજર રહેલી છે. અફવા, બેકાબુ ભીડ પર કાબુ મેળવી લેવા સહિતના પગલા લેવામાં આવી રહ્યા છે. પોલીસના વાહનોના રિપેરિગ માટેની કામગીરી ચાલી રહી છે. સોશિયલ મિડિયા પર મોટા પાયે નજર રાખવામાં આવી રહી છે.

૩૪ જિલ્લા પોલીસ વડાઓ માટે પણ આદેશ જારી કરવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ૩૪ જિલ્લા પ્રમુખોને આદેશ જારી કરવામાં આવ્યા છે તેમાં મેરઠ, આગરા, અલીગઢ, રામપુર, બરેલી, ફિરોજાબાદ, કાનપુર, લખનૌ, શાહજાહપુર, શામલી, બુલંન્દદશહેર, આજમગઢનો સમાવેશ થાય છે.

પોલીસ તંત્રમાં જન સંવાદુ પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે. અયોધ્યા મામલે ચુકાદાને લઇને દેશના તમામ લોકો નજર રાખી રહ્યા છે. ખાસ કરીને હિન્દુ સમુદાયના લોકો, સાધુ સંતો અને મુસ્લિમ સમાજના લોકોની આના પર ખાસ નજર છે કોઇ પણ રીતે શાંતિ જાળવી રાખવા માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે.

અયોધ્યાને લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા તો ગોઠવી દેવામાં આવી છે પરંતુ  કોઇ જગ્યાએ હાલમાં સંચારબંધી લાગુ કરવાની વાત કરવામાં આવી રહી નથી. અયોધ્યા મામલામાં હવે ચુકાદો ન આવે ત્યાં સુધી મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે. ૩૪ સંવેદનશીલ જિલ્લાઓમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.