બોક્સ ઓફિસ પર ’તાનાજી’ની ધમાલ, ફ્લોપ થઈ ’છપાક’

પ્રથમ દિવસથી બોક્સ ઓફિસ પર તાનાજીની શાનદાર કમાણી
By: admin   PUBLISHED: Fri, 17 Jan 2020 21:45:17 +0530 | UPDATED: Fri, 17 Jan 2020 21:45:17 +0530

મુંબઇ

૧૦ જાન્યુઆરીએ એક સાથે બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. જેમાં અજય દેવગનની  ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરઅને દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક  સામેલ છે.

પ્રથમ દિવસથી તાનાજીએ મોટી કમાણી કરી તો છપાકને દર્શકો શોધવામાં પણ ફાફા પડ્યા હતા. બોક્સ ઓફિસના આંકડા જણાવી રહ્યાં છે કે છપાક દર્શકોને પસંદ આવી નથી, જ્યારે તાનાજીની કમાણીમાં સતત વધારો થઈ રહ્યો છે.પોતાની રિલીઝના પ્રથમ દિવસથી બોક્સ ઓફિસ પર છવાયેલી તાનાજીઃ ધ અનસંગ વોરિયરને દેશભરમાં ખુબ પ્રેમ મળ્યો છે.

બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર તાનાજીએ અત્યાર સુધી કુલ ૧૧૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે છપાક બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. તેણે અત્યાર સુધી માત્ર ૨૫.૭૫ કરોડ રૂપિયાની જ કમાણી કરી છે.અજયની ફિલ્મ તાનાજી સાલસુરેની સત્ય કહાની છે, જ્યારે દીપિકાની ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવનની કહાની છે.

ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત તાનાજીમાં અજય સિવાય સેફ અલી ખાન, કાજોલ, શરદ કેલકર, નેહા શર્મા અને પદ્માવતી રાવ મૂખ્ય ભૂમિકામાં છે. જ્યારે મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત છપાકમાં દીપિકા પાદુકોણની સાથે વિક્રાંત મેસી, મધુરજીત અને અંકિત બિષ્ટ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.