ટેસ્ટ મેચ પહેલા જ ચેતેશ્વર પુજારાનો
અભિપ્રાય
ટોચના બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું
માનવું છે કે, ભારત અને બાંગ્લાદેશની વચ્ચે આ મહિનાના
અંતમાં કોલકાતામાં યોજાનાર ડેનાઇટ ટેસ્ટ મેચ દરમિયાન સૂર્યાસ્તના સમયે સમસ્યા નડી
શકે છે. તેનું કહેવું છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઇડન
ગાર્ડનમાં ૨૨મી નવેમ્બરથી શરૂ થનાર બીજી ટેસ્ટ મેચના ગાળા દરમિયાન પ્રથમ વખત
ભારતમાં ગુલાબી બોલનો ઉપયોગ કરવામાં આવનાર છે.
પ્રથમ વખત ડેનાઇટ ટેસ્ટ મેચ રમાડવામાં
આવશે. એસજીના ગુલાબી બોલના સંદર્ભમાં પ્રથમ વખત સત્તાવારરીતે ઉપયોગ કરવામાં આવનાર
છે. પુજારાએ બીસીસીઆઈ ટીવી સમક્ષ કહ્યું છે કે, તે પહેલાથી જ દુલિપ ટ્રોફીમાં ગુલાબી બોલને લઇને રમી ચુક્યો છે.
અનુભવ પણ મેળવ્યો છે. સ્થાનિક સ્તર પર ગુલાબી બોલથી રમવાનો અનુભવ ફાયદાકારક બની
શકે છે.
મોટાભાગના ક્રિકેટરો પોતાના કેરિયરમાં
પ્રથમ વખત ગુલાબી બોલથી રમનાર છે. જોકે, પુજારા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી અને કુલદીપ યાદવ જેવા
ખેલાડીઓને દુલિપ ટ્રોફીમાં ઉકાબુરાના ગુલાબી બોલ સાથે રમવાનો અનુભવ રહેલો છે.
પુજારાનું કહેવું છે કે, દિવસના સમયે રોશનીના લીધે કોઇ સમસ્યા
નડતી નથી પરંતુ સૂર્યાસ્તના સમયે દુધિયા રોશનીમાં તકલીફ થઇ શકે છે. સૂર્યાસ્તના
સમયે સત્ર ખુબ મહત્વપૂર્ણ બની રહેશે.
બેટ્સમેન તરીકે તેનો અનુભવ રહ્યો છે કે, જ્યારે બોલના કલર બદલાય છે ત્યારે મુશ્કેલી નડે છે. લેગ સ્પીનરને રમવાની બાબત અને ખાસ કરીને ગુગલી બોલને સમજવાની બાબત પડકારરુપ રહે છે. અન્ય એક સિનિયર ખેલાડી રહાણેએ કહ્યું છે કે, જ્યાં સુધી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવાની વાત છે. મેચમાં પહેલા અભ્યાસ મહત્વપૂર્ણ રહેશે. રહાણેનું કહેવું છે કે, ડે નાઇટ ટેસ્ટ મેચને લઇને તે આશાવાદી બનેલો છે. આ એક નવા પડકાર તરીકે રહેશે. બે-ત્રણ દિવસ અભ્યાસ સત્રમાં રમ્યા બાદ જ વધુ માહિતી મળી શકશે.