પહેલી ટેસ્ટ ચેતેશ્વર પુજારાએ સદી ફટકારી ડુબતી નાવ સંભાળી,ભારત 250/9, SCORE

પુજારાએ 123 રન ફટકારી ભારતને સન્માનજનક સ્કોર પર પહોંચાડ્યું
By: Monika Vyas   PUBLISHED: Thu, 06 Dec 2018 14:37:23 +0530 | UPDATED: Thu, 06 Dec 2018 23:42:43 +0530


એડીલેડ

ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં દિવસના અંતે 9 વિકેટ ગુમાવી 250 રન બનાવી લીધા છે. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ 123 રનની ઇનિંગ રમી ટીમ ઇન્ડિયાની લાજ બચાવી હતી. ભારતની એક સમયે 19 રનમાં જ 3 વિકેટ પડી ગઇ હતી. તે બાદ પૂજારાએ ધીમી પણ મક્કમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલરોને પરેશાન કર્યા હતા.ચેતેશ્વરે 246 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 123 રન કર્યા હતા.

ચેતેશ્વર પૂજારાએ 231 બોલમાં 6 ફોર અને એક સિક્સરની મદદથી ટેસ્ટ કરિયરની 16મી સદી પૂર્ણ કરી હતી.સૌરાષ્ટ્રના બેટ્સમેને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી સદી ફટકારી હતી. આ દરમિયાન તેને ટેસ્ટ કરિયરમાં 5,0000 રનનો આંકડો પણ પાર કર્યો હતો.

કમનસીબે પુજારા રન આઉટ થયો હતો.

જો કે પુજારાને બાદ કરતાં ભારતના સ્ટાર બેટ્સમેન ઝાઝુ ઉકાળી નહોતા શક્યા.ઓપનરો કેએલ રાહુલ(2) અને મુરલી વિજય(11) રન કરીને તથા કેપ્ટન વિરાય કોહલી માત્ર 3 રન કરીને પેવેલિયન ભેગા થયા હતા.મિડલ ઓર્ડર તરીકે રોહિત શર્માએ ટી-20મેચની જેમ છગ્ગા (3) ફટકારવાના શરૂ કર્યા પરંતું તે પણ 37 રને આઉટ થયો હતો.વિકેટ કીપર રીશભ પંત(25)અને આર અશ્વીન(25)એ ક્રીઝ પર રહેવા પ્રયત્ન કર્યો હતો પરંતું ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ટકી શક્યાં નહોતા.

ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટ્રાર્ક,હેઝલવુડ,ક્યુમિન્સ,લાયન અને હેડે દરેકે બે-બે વિકેટો લીધી હતી.

BATSMEN
R
B
4s
6s
SR
4
20
1
0
20.00
not out
6
9
1
0
66.66
Extras
1 (lb 1)
TOTAL
250/9 (87.5 Overs, RR: 2.84)
Yet to bat: JJ Bumrah
Fall of wickets: 1-3 (KL Rahul, 1.6 ov), 2-15 (M Vijay, 6.6 ov), 3-19 (V Kohli, 10.3 ov), 4-41 (AM Rahane, 20.2 ov), 5-86 (RG Sharma, 37.3 ov), 6-127 (RR Pant, 49.1 ov), 7-189 (R Ashwin, 73.6 ov), 8-210 (I Sharma, 82.4 ov), 9-250 (CA Pujara, 87.5 ov)


BOWLINGOMRWECONWDNB
MA Starc1946323.3100
JR Hazlewood19.535222.6200
PJ Cummins1934922.5700
NM Lyon2828322.9600
TM Head21201.0000

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.