ચેસ્ટ ફિજિયોથેરાપી : મસલ્સ મજબુત

ફિજિયોથેરાપીની કસરત ખાલી પેટે કરવાની નિષ્ણાંતોની સલાહ
By: admin   PUBLISHED: Tue, 12 Mar 2019 17:20:49 +0530 | UPDATED: Tue, 12 Mar 2019 17:20:49 +0530

ફેફસા અને હાર્ટને મજબુત કરે છે : બ્લડ સરક્યુલેશન અને ઓક્સીજન  સ્તર વધી જાય છે : વિવિધ બિમારીઓથી બચી શકાય છે

કાર્ડિયેક સર્જરી પહેલા અને બાદ ચેસ્ટ ફિજિયોથેરોપીના કારણે હાર્ટ મસલ્સને મજબુતી મળે છે અને સાથે સાથે રિક્વરીમાં પણ મદદ મળે છે. ફિજિયોથેરોપીની કસરત પણ ખલી પેટ કરવામાં આવે તે જરૂરી છે. જો ભોજન કરી લેવામાં આવ્યુ છે તો બે કલાક બાદ કસરત કરવાની જરૂર હોય છે. સ્પોટ્‌ર્સ ઇન્જરીમાં પણ  રાહત મળે છે.

ફિજિયોથેરાપીની મદદથી હાથ પગની માંસપેશિયાઓને મજબુત કરવામાં આવે છે. આના કારણે હાર્ટ સાથે સંબંધિત બિમારીથી બચવામાં મદદ મળે છે. આમાં ડાયફ્રામ અને કોસ્ટલ બ્રિથિંગનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રજિસ્ટરીવ રેસ્પેરેટરી મસલસ ટરેનર પણ સામેલ છે. આ કસરત ફેફસા અને હાર્ટને મજબુતી પ્રદાન કરે છે. આનાથી બ્લડ સરકયુલેશન અને ઓક્સીજનનુ સ્તર યોગ્ય રહે છે.

આવી કેટલીક ફિજિયો એક્ટિવિટી છે જેને હાર્ટ સર્જરી પહેલા અથવા તો બાદમાં કરી શકાય છે. આના કારણે ઝડપથી રિકવરી થાય છે. કેટલીક પ્રકારની પરેશાનીથી પણ બચી શકાય છે. ત્રણ સપ્તાહમાં રિક્વરી થાય છે તેવો દાવો નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. કાર્ડિયેક સર્જરી બાદ નિયમિત ફિજિયોથેરોપી કરવાના કારણે ત્રણ સપ્તાહમાં રિકવરી થાય છે. પિડા ઘટતી જાય છે.

સર્જરી બાદ સ્ટ્રેથનિંગ પ્રોગ્રામ જેમ કે સાયકલિકંગ, રનિંગ, ટ્રેડમિલ, બોલ, બેલેન્સ ટ્રેનર કરાવે છે. આ સ્પોર્ટસ સર્જરી પણ ખુબ અસરકારક સાબિત થાય છે. મોટા ભાગે લિગામેન્ટ ઇન્જરી હોય છે. નિયમિત ફિજિયોથેરોપી કરવાના કારણે ત્રણથી ચાર સપ્તાહની અંદર રિક્વરી થઇ જાય છે. છ માસમાં પૂર્ણ રીતે આરામ મળી જાય છે. કોઇ પણ એક્ટિવિટી નિષ્ણાંતની સલાહ વગર છોડવી જોઇએ નહી. તેમની યોગ્ય સલાહના આધાર પર જ આ પ્રકારની પ્રવૃતિને છોડવાની જરૂર હોય છે.

પોતાની ઇચ્છાથી કોઇ પણ પ્રવૃતિ છોડી દેવાની સ્થિતીમાં મસલ્સ રિક્વરી રોકાઇ જાય છે. જરૂર હોય તો કસરતમાં ફેરફાર પણ કરવા જોઇએ. ફિજિયોથેરોપી તો હમેંશા ખાલી પેટ કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે. જો ભોજન કરી લેવામાં આવે તો બે કલાક પછ આ કસરત કરવી જોઇએ. આ સ્ટેપને ૧૦ સેકન્ડ સુધી કરવામાં આવે તે જરૂરી છે.

કસરત નિયમિત રીતે સવાર અને સાંજે કરવામાં આવે તે જરૂરી છે. બેઠતી વેળા પગ જમીન પર નહી હોવાની સ્થિતીમાં કમરમાં દુખાવા હોઇ શકે છે. યુવામાં હાલના સમમાં કમરમાં દુખાવાની ફરિયાદ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. કમરમાં પિડા થવા માટેના કારણ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવા માટેનુ છે. એવુ ન કરવાની સ્થિતીમાં પગ પર સ્ટ્રેસ આવવાની સ્થિતીમાં કમરમાં દુખાવો થાય છે. ખુરશી વધારે આરામદાયક હોવાની બાબત પણ સારી રહેલી નથી. ખોટી રીતે વજન ઉઠાવવાથી પણ કમરમાં દુખાવો થઇ શકે છે.

કોમ્પ્યુટર પર કામ કરતી વેળા સ્ક્રીન માથાથી નીચે રહે તે જરૂર છે. સાથે સાથે હાથની દુરી પર રહે તે જરૂરી છે. ચેસ્ટ ફિજિયોથેરોપીથી હાર્ટના મસલ્સ મજબુત બને છે. હાલના સમયમાં લોકો હાર્ટ અને કમરના દુખાવાની ફરિયાદને લઇને લોકો વધારે રજૂઆત કરી રહ્યા છે.જાણકાર ફિજિયોથેરાપિસ્ટ કહે છે કે નિયમિત રીતે શરીરની કસરત અનેક પ્રકારની તકલીફથી બચાવી લેવામાં ભૂમિકા અદા કરે છે. જુદી જુદી થેરોપી રહેલી છે પરંતુ નિષ્ણાંત લોકો તરફથી સલાહ  બાદ ઉપયોગ કરવાની જરૂર છે

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.