૩૭૦ દુર કરાયા બાદ ટાર્ગેટે દિલ્હી, કમાન્ડો તૈનાત કરાયા

સ્વતંત્રતા દિવસ માટેની ઉજવણીને લઇને દિલ્હી પોલીસ પહેલાથી સાવધાન : દિલ્હી પોલીસ કર્મીઓની રજા રદ
By: admin   PUBLISHED: Tue, 06 Aug 2019 16:07:52 +0530 | UPDATED: Tue, 06 Aug 2019 16:07:52 +0530

દિલ્હીમાં પોલીસને હાઇ એલર્ટ કરવામાં આવી

ઇન્ટેલિજન્સ અને સિક્યુરિટી એજન્સીઓ દ્વારા દિલ્હીમાં પોલીસને હાઇ એલર્ટ પર મુકી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ સિક્યુરિટી એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે. જો કે સ્વતંત્રતા દિવસને લઇને પહેલાથી જ યુદ્ધના ધોરણે તૈયારી ચાલી રહી છે. જેના ભાગરૂપે પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ નિર્ણય બાદ સુરક્ષા મજબુત કરવામાં આવી છે.

મેડિકલ ઇમરજન્સીને છોડીને દિલ્હી પોલીસ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. દિલ્હી મેટ્રોને પણ હાઇ એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. એડવાઇઝરી દિલ્હી મેટ્રોની તરફથી પણ જારી કરવામા ંઆવી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે સમગ્ર દિલ્હી-એનસીઆરમાં ચાલતા મેટ્રો નેટવર્ક માટે પણ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મેટ્રોમાં મુસાફરી કરતા લોકોની વધારે ચકાસણી કરવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે  જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી વિવાદાસ્પદ અને જટિલ કલમ ૩૭૦ને નાબુદ કરી હતી. મોદી સરકારે સ્વતંત્ર ભારતા ઇતિહાસમાં હજુ સુધીનો સૌથી મોટો નિર્ણય કરીને દેશના કરોડો લોકોની અપેક્ષાને અંતે પૂર્ણ કરી છે.

મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની જોડીએ નવો ઇતિહાસ સર્જ્યો હતો. સરકારે ભારે હલચલ વચ્ચે રાજ્યસભા રાજ્યસભામાં ઐતિહાસિક સંકલ્પ રજૂ કરીને કેટલાક નિર્ણયની જાહેરાત કરી હતી. કલમ ૩૭૦ અને કલમ ૩૫એ નાબુદ કરીને એક નવી શરૂઆત કરી દીધી છે.કલમ ૩૭૦ને દુર કરવાની સાથે રાજ્યનુ વિભાજન જમ્મુ કાશ્મીર અને લડાખ તરીકે બે કેન્દ્રશાસિત પ્રદેશમાં થઇ ગયુ છે. નવી વ્યવસ્થા મુજબ જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત ક્ષેત્રમાં પોતાની વિધાનસભા રહેશે. લડાખમાં વિધાનસભા રહેશે નહી. 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.