મુઝ્‌ફ્ફરપુરમાં રુપાણી અને અલ્પેશ સામે દાખલ થયો કેસ

ગુજરાતમાં બિહારીઓની હેરાનગતિ થઈ છે, એવુ લાગે છે કે તેઓ ગુજરાતમાં નહીં પાકિસ્તાનમાં રહેતા હોય
By: admin   PUBLISHED: Thu, 11 Oct 2018 20:07:49 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 20:21:07 +0530

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલ હુમલા મામલે

ગુજરાતમાં બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો સાથે થયેલ મારઝુટની ઘટના બાદ મુઝ્‌ફ્ફરપુરમાં અલ્પેશ ઠાકોર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુઝ્‌ફ્ફરપુરના સબ જજ પ્રથમની કોર્ટમાં સામાજિક કાર્યકર્તા તમન્ના હાશમીએ કેસ દાખલ કરાવ્યો છે.

કોર્ટમાં કેસ દાખલ કરનાર સોશિયલ એક્ટિવિસ્ટ તમન્ના હાશમીએ જણાવ્યુ કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી અને અલ્પેશ ઠાકોરની મિલીભગતથી આ બધુ થઈ રહ્યુ છે. ગુજરાતમાં બિહારીઓની હેરાનગતિ થઈ રહી છે. એવુ લાગે છે કે તેઓ ગુજરાતમાં નહીં પણ પાકિસ્તાનમાં રહેતા હોય. ગુજરાતમાં બિહારીઓ સાથે એવો વ્યવહાર થઈ રહ્યો છે કે જાણે કે તેઓ ભારતના નાગરીક જ નથી.

અરજદાર તમન્ના હાશમીએ જણાવ્યુ છે કે, તેઓ આવી ઘટનાઓથી આહત થયા છે અને તેને કારણે તેમણે મુઝ્‌ફ્ફરપુરની સીજેએમ કોર્ટમાં કેસ કર્યો છે. તેમણે જણાવ્યુ કે, કોર્ટમાં કેસ દાખલ કર્યા બાદ કોર્ટે તેને સ્વીકાર્યો પણ છે. આ મામલે કોર્ટમાં બીજી નવેમ્બરે સુનાવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાતમાંથી હજારો ઉત્તરપ્રદેશ-બિહારના લોકો ડરના માર્યે પલાયન વચ્ચે ડીજીપી શિવાનંદ ઝાએ તેમને સુરક્ષાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યુ હતું કે, તમામ પ્રભાવિત વિસ્તારમાં ગુજરાતના સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સની ૧૭ કંપની અને એક પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.