સ્થુળતા વૈશ્વિક સમસ્યા બની ચુકી

આધુનિક ભાગદોડની લાઇફ આના માટે મુખ્ય રીતે જવાબદાર...
By: admin   PUBLISHED: Sat, 13 Apr 2019 21:28:33 +0530 | UPDATED: Sat, 13 Apr 2019 21:28:33 +0530

સ્થુળતા અનેક બિમારીને આમંત્રણ આપે છે : નિયમિત રીતે સુગર અને બ્લડપ્રેશરની તપાસ કરાવવામાં આવે તે દરેક માટે જરૂરી છે

તાજેતરના સમયની લાઇફસ્ટાઇલના કારણે  કેટલીક બિમારી સીધી રીતે આવી રહી છે. જેના કારણે અન્ય બિમારીને પણ આમંત્રણ મળી રહ્યુ છે. હાલની ભાગદોડની લાઇફસ્ટાઇલના કારણે સ્થુળતા એક જટિલ સમસ્યા તરીકે ઉભરી રહી છે. સમયના અભાવના કારણે અનિયમિત ભોજનવધુ પ્રમાણમાં જંક ફુડ ખાવા જેવી ટેવના કારણે સ્થળુતાથી તમામ લોકો ગ્રસ્ત થઇ રહ્યા છે.

હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડપ્રેશર અને ડાયાબિટીશ થવા માટેના મુખ્ય કારણોમાં સ્થૂળતા સૌથી મુખ્ય કારણ છે. દેશમાં પાંચ પૈકી એક વ્યક્તિ ડાયાબિટીશ અને હાઈપરટેન્શનથી પરેશાન છે તેવા અહેવાલ બાદ આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડપ્રેશર અને ડાયાબિટીશ થવા માટે મુખ્ય કારણ સ્થૂળતા છે. સ્થૂળતા જ આ મુખ્ય બિમારીઓને આમંત્રણ આપે છે. સાઈટના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે લોકો નિયમિતપણે તેમના સુગર અથવા તો બ્લડપ્રેશર ઉપર નજર રાખતા નથી.

અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે ત્રણ મહત્વપૂર્ણ પરિબળો છે જેના ટેસ્ટ નિયમિતગાળામાં થાય તે જરૂરી છે. આમા જણાવવામાં આવ્યું છે કે સુગર અને બ્લડપ્રેશર નિયમિતપણે ચકાસવામાં આવે તે જરૂરી છે. અભ્યાસમાં ખૂબ ઓછા લોકો આ ધારાધોરણ પાળી રહ્યા હોવાની બાબત જાણવા મળી છે. મહારાષ્ટ્રમાં મુંબઈપૂણેસહિતના મોટા શહેરોમાં રહેતા લોકોની લાઇફસ્ટાઇલને આવરીને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે  જે રીતે મહિલાઓમાં સ્થૂળતા ઘણી બિમારીઓને આમંત્રણ આપે છે તેવી જ રીતે ઓછુ વજન પણ ઘણી બિમારીઓને આમંત્રમ આપે છે.

આનો મતલબ એ થયો કેસ્થૂળતા અને વધારે પડતુ ઓછુ વજન બંને ખતરનાક છે. જેથી મહિલાઓને પોતાના વજન બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ)મુજબ રાખવા તબીબો સલાહ આપે છે. બીએમઆઈ દરેક વ્યક્તિની હાઇટ અને વજન ઉપર આધારિત હોય છે. બોડી માસ ઇન્ડેક્સ અને અન્ય અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે૪ ફુટ ૧૦ ઇંચની લંબાઇ ધરાવતી મહિલાઓનું વજન આદર્શ રીતે ૪૯-૫૪ કિલોપાંચ ફુટની મહિલાઓનું વજન ૫૧-૫૭ કિલોગ્રામ હોવું જોઇએ.

આવી જ રીતે મહિલાઓમાં પાંચ ફુટ એક ઇંચની લંબાઇ ધરાવતી મહિલાઓનું વજન ૫૨-૫૮ હોવું જોઇએ. વજન અને હાઇટ બંનેની ગણતરી સમતુલીત પણે કરવામાં આવે તે જરૂરી છે. ભારતીય તબીબ ડો. રચના ઝાલાએ કહ્યું છે કેસ્થૂળતા અને વધારે પડતુ વજન સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. સ્થૂળતાને  કારણે એકબાજુ ડાયાબિટીસહાર્ટ સાથે સંબંધિત તકલીફ ઉભી થાય છે. બીજી બાજુ ડાઇટીંગ અને વધારે પડતું વજન ઉતારનાર મહિલાઓમાં પણ ઘણી બિમારીઓ ઘર કરી શકે છે. આધુનિક સમયમાં યુવતીઓ આકર્ષક દેખાવા માટે જીરો ફિગર મેળવવા પ્રયાસ કરે છે. જે ખતરનાક સાબિત થઇ શકે છે.

અમેરિકામાં હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં એવું રસપ્રદ તારણ સપાટી ઉપર આવ્યું છે કે બાળકોને ઘરે જમવા માટે કોણ બનાવી આપે છે તેના સીધા સંબંધ તેના આરોગ્ય સાથે સંકળાયેલા છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાં માતા દ્વારા બનાવવામાં આવતી ખાવા-પીવાની ચીજવસ્તુ બાળકોને સ્થૂળતાથી ઘટાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સ્થૂળતા અને બાળકોને ઘરમાં બનાવી આપવામાં આવતી ચીજવસ્તુ વચ્ચે સીધો સંબંધ રહેલો છે.

આ અભ્યાસના તારણો સપાટી ઉપર મૂકવા માટે સંશોધકોએ સ્પેનના ગ્રેનાડા પ્રાંતમાં આવેલી જાહેર અને ખાનગી સ્કૂલોના નવથી ૧૭ વર્ષના બાળકોને આવરી લઈને સેમ્પલ લીધા હતા. સંશોધકોેએ ૧૩થી વધુ મોટી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકો ઉપર નજર રાખી હતી. સંશોધકોએ આના માટે સાવધાનીપૂર્વક બાળકોના વજનકદ અને બોડીમાસ ઇન્ડેક્સ (બીએમઆઈ) જેવી બાબતોની વય અને જાતિ સાથે નોંધ લીધી હતી. ત્યારબાદ છ જેટલી બાબતોને પણ આમા આવરી લેવામાં આવી હતી.

શરીરના જુદા જુદા હિસ્સા ઉપર પોષણની થતી અસર ચકાસવામાં આવી હતી. યુનિવર્સિટી ઓફ ગ્રેનેડાના સંશોધકોએ બાળકોના પરિવારના વાતાવરણચોક્કસ ખાવાની ચીજવસ્તુઓશારીરિક કસરતની ટેવ જેવી બાબતોમાં પણ નોંધ લીધી હતી. પરિવારના વાતાવરણ અને સ્થૂળતા વચ્ચે સંબંધોની પણ નોંધ લીધી હતી. આ તમામ બાબતોની નોંધ લીધા બાદ સંશોધકોને જાણવા મળ્યું કે બાળકોની ટેવ અને બીએમઆઈ વચ્ચે સીધો સંબંધ છે. એવું પણ જાણવા મળ્યું છે કે શારીરિક કસરતની ટેવ ધરાવતા બાળકોની સ્થિતિ સારી રહે છે. સંશોધકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે હેલ્થી હેબિટને પ્રોત્સાહન આપવામાં આવે તે જરૂરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.