આયુષ્માનની ‘બધાઈ હો’ની ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ

આયુષ્માન અને સાન્યા મલ્હોત્રા ઉપરાંત ગજરાવ રાવ, નીના ગુપ્તા અને સુરેખા સીકરી પણ મુખ્ય ભૂમિકામાં
By: admin   PUBLISHED: Mon, 05 Nov 2018 15:44:09 +0530 | UPDATED: Mon, 05 Nov 2018 15:44:09 +0530

આયુષ્માનને મળી વધુ એક સફળતા

દિવાળીના તહેવાર પહેલા જ બધાઈ હોની સમગ્ર ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મ ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મે શનિવારે કુલ ૩.૫૦ કરોડ રુપિયા કમાણી કર્યા બાદ તેની કુલ કમાણી ૧૦૦.૧૦ કરોડ રુપિયા પહોંચી ગઈ છે. આ ફિલ્મે ત્રીજા શુક્રવારે ૨.૩૫ કરોડ રુપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ શનિવારે આની કમાણીમાં ૫૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો અને શનિવારે કમાણી વધીને ૩.૫૦ કરોડ રુપિયા થઈ ગઈ.

આ ફેમિલી ડ્રામા ફિલ્મનું ડાયરેક્શન અમિત રવિંદ્રનાથ શર્માએ કર્યુ છે, જ્યારે વિનીત જૈને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મને શરુઆતથી જ દર્શકો અને ક્રિટિક્સે વખાણી છે. આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રા ઉપરાંત ગજરાવ રાવ, નીના ગુપ્તા અને સુરેખા સીકરી પણ મુખ્ય ભૂમિકામાં છે.  બધાઈ હો એક એવા કપલની વાર્તા છે, જે રીટાયરમેન્ટની ઉંમરમાં પેરેન્ટ્‌સ બનવાના છે.  આ શોકિંગ ન્યુઝ હોય છે અને એ તમામ વચ્ચે આ ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ અને એક સારો સંદેશ આપે છે. ફિલ્મને દર્શકો અને વિવેચકોએ ખૂબ જ વખાણી છે. તેમજ આ ફિલ્મે ફરી એકવાર આયુષ્માનની સફળ કારકિર્દીમાં ચાર ચાંદ લગાડી દીધા છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.