આ જાણીતા કોમેડિયનને તોડવી પડી સગાઇ,મંગેતરે લગાવ્યા આવા આરોપો

કોમેડીયન સુદ્ધાર્થ સાગર અને એક્ટ્રેસ સુબુહીએ સગાઇ તોડી નાંખી
By: Monika Vyas   PUBLISHED: Fri, 31 May 2019 17:00:45 +0530 | UPDATED: Fri, 31 May 2019 17:00:45 +0530


મુંબઇ 

કોમેડી સર્કસ જેવા ઘણાં કોમેડી શો કરી ચુકેલાં જાણીતા કોમેડીયન સિદ્ધાર્થ સાગરની મંગેતરે તેનાથી છુટા પડવાનું નક્કી કર્યું છે. ગયા વર્ષના નવેમ્બર મહિનામાં સિદ્ધાર્થે પોતાની ગર્લફ્રેન્ડ સુબુહી જોશી સાથે સગાઈ કરી હતી, પરંતુ હવે કપલે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લઈને સગાઈ તોડી નાખી છે.

સિદ્ધાર્થ સાગર અગાઉ પણ તેની માનસિક હાલતને લઇને વિવાદમાં આવ્યો હતો.હવે તેની મંગેતર સુબુહીએ સિદ્ધાર્થ પર મારપીટનો આરોપ લગાવ્યો છે.

સુબુહી  ભ સે ભિડે અને લવ દોસ્ત હુઆ જેવા ટીવી શો કરી ચુકેલી એક્ટ્રેસ છે.

 

સુબુહીએ સિદ્ધાર્થ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. તો સિદ્ધાર્થનું કહેવું છે કે અન્ય કારણથી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.

સિદ્ધાર્થ આ પહેલા પણ ત્યારે સમાચારમાં આવ્યો હતો જ્યારે તે ડિપ્રેશનમાં હતો અને તેની માતા સાથેના ઝઘડાને તેણે જાહેર કરી દીધો હતો.

સિદ્ધાર્થ અને સુબુહી પહેલીવાર 2014માં મળ્યા હતા, જે બાદ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, પરંતુ વર્ષ 2016માં તેઓ અલગ થઈ ગયા હતા. બંનેએ ગયા વર્ષે ફરીથી સાથ નિભાવવાનો નિર્ણય કર્યો હતો.સિદ્ધાર્થ અને સુબુહીની પાંચ મહિના પહેલા સગાઈ કરી હતી. જો કે બંનેના સંબંધો ફરી એકવાર તુટી ગયા છે.

 

 સુબુહીએ કહ્યું કે અમે જ્યારે 2016માં અલગ થયા, ત્યારે સિદ્ધાર્થે  તેની માતાને દોષિત ગણાવી હતી. પરંતુ અમારા સંબધો તુટવા માટે તેની માતા જવાબદાર નહોતી.મેં સંબંધ બચાવવા માટે પૂરા પ્રયાસો કર્યા. પરંતુ તે નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જતો હતો. મારી સાથે મારઝૂડ કરતો હતો અને વસ્તુઓ ફેંકતો હતો.મેં એકવાર પોલીસ પણ બોલાવી હતી.

 

સુબુહીએ કહ્યું કે,માર્ચ મહિનામાં તેણે મને માર માર્યો હતો જેના કારણે મેં પોલીસ બોલાવી. પોલિસ આવ્યા પછી હું રડવા લાગી તો તે માફી માગવા લાગ્યો. તેને રડતો જોઈને મેં પોલીસને જવા માટે કહ્યું. જે મારી સૌથી મોટી ભૂલ હતી

બીજી તરફ સિદ્ધાર્થનું કંઈક અલગ જ કહેવું છે તો બીજી તરફ સિદ્ધાર્થ કંઈક અલગ જ વાત કહી રહ્યો છે. સિદ્ધાર્થે કહ્યું કે સુબુહી અને હું હવે સાથે નથી. અમે અમારી સગાઈ તોડવાનો નિર્ણય લીધો છે. 2016માં અમે મારી માતાના કારણે અલગ થયા હતા, કારણ કે તે આ રિલેશનશિપના વિરુદ્ધમાં હતી. જો કે ગયા વર્ષે હું અને સુબુહી ફરી ભેગા થયા. બધું સારૂ ચાલી રહ્યું હતું, પરંતુ અમારી વચ્ચે ઇન્ક્મ્પેટેબિલિટીનો મુદ્દો આવી ગયો. અમે અઢી મહિના પહેલા સગાઈ તોડી નાખી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.