સબકા ટાઇમ આયેગા : જોયા

ચોક્કસ લક્ષ્ય સાથે કામ કરવામાં આવે તો સફળતા
By: admin   PUBLISHED: Sat, 23 Feb 2019 22:28:27 +0530 | UPDATED: Sat, 23 Feb 2019 22:28:27 +0530

જોયા અખ્તરની હાલમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. ગુલ્લી બોયને બોક્સ ઓફિસ પર સારી પ્રતિક્રિયા મળી રહી છે. ત્યારબાદથી જોયા અખ્તર ભારે ચર્ચામાં છે. સેલિબ્રિટી તરીકે તે લોકોને અને યુવા પેઢીને કહેવા માંગે છે કે જો કોઇ લક્ષ્ય પર મક્કમતા સાથે આગળ વધવામાં આવે તો ફાયદો થાય છે. સફળતા ચોક્કસપણે મળે છે.

તેમનુ કહેવ છે કે લક્ષ્યાંક પર મક્કમ રહેવામાં આવશે તો સબકા ટાઇમ આયેગા. ડિરેક્ટર તરીકે લક બાય ચાન્સ જોયા અખ્તરની પ્રથમ ફિલ્મ હતી. તેમનુ કહેવુ છે કે સફળતા માટે યોગ્ય અને સફળ વિચારધારા ખુબ જરૂરી છે. સારી સમજ અને વિચારધારા સફળતા અપાવે છે.

તેનુ કહેવુ છે કે તેના નાના ભાઇ અને અભિનેતા સાથે કામ કરી ચુકેલા સ્ટેડીકેમ  ઓપરેટર દરેક સીન બાદ મંજુરી બાદ ફરહાન અખ્તરની તરફ જોઇ રહ્યો હતો. જ્યારે મોનિટરની પાછળ તે બેઠેલી હતી. તેને તેનુ વલણ બિલકુલ પસંદ પડ્યુ ન હતુ. જેથી જોયાએ આ સ્ટેડીકેમ ઓપરેટરની જોરદાર ઝાટકણી કાઢી દીધી હતી અને કહ્યુ હતુ કે ફિલ્મની નિર્દેશક તે છે ફરહાન અખ્તર નથી. તેની ટિકા કરવામાં આવ્યા બાદ ઓપરેટરે કહ્યુ હતુ કે ખોટુ લગાવવા જેવુ કશુ નથી. તમે મારી બહેન સમાન છો.

આના જવાબમાં જોયાએ કહ્યુહતુ કે અહીં તે કોઇની બહેન તરીકે નથી. તે સેટ પર ડાયરેક્ટર તરીકે છે. જો કોઇ પણ કામ કરવુ છે તો તેના માટે તેમની મંજુરી લેવી પડશે. ત્યારબાદ તે આ ગલતિ કરતો એક પણ વખતે દેખાયો ન હતો. જોયા અખ્તર માને છે કે જે કામ તમે કરી રહ્યા છો તે કામમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ નજરે પડે તે જરૂરી છે.

તેમનુ કહેવુ છે કે અન્યો તેમને તેમના માર્ગ પર લઇને આગળ વધે તે કામ હમેંશા નિષ્ફળતા સર્જે છે. તેનુ કહેવુ છે કે કોઇ સમસ્યાને લઇને કોઇ તારણ પર પહોંચી જતા પહેલા દરેક એંગલથી વિચારણા કરવામાં આવે તે જરૂરી છે. જ્યારે એક ચીજને કેટલાક દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે ત્યારે પ્રતિક્રિયાઓનો સામનો કરવાની બાબત સરળ બની જાય છે. એક આડેધડ વિચારધારાની સાથે મંજિલ સુધી પહોંચી શકાય નહી. બલ્કે મંજિલ કાપવામાં પણ તકલીફ આવી શકે છે.

તેનુ કહેવુ છે કે તે પોતાની વિચારધારામાં કુલ છે પરંતુ કામને લઇને આક્રમક છે. તેનુ કહેવુ છે કે જે લોકોનુ દિમાગ કુલ હોય છે તે કામને આક્રમકતા સાથે આગળ વધારી શકે છે. તે મોટી મોટી વાતો કરવાની જાળથી દુર રહે છે. તેનુ કહેવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે તે જોડાયેલી છે પરંતુ તે કેટલાક કામો કરી ચુકી છે. જેમાં સહાયક નિર્દેશક, પ્રોડક્શન સહાયક, કાસ્ટિંગ ડાયરેક્ટર, કારોબારી નિર્દેશક, તમામ કામ કર્યા છે. તેનુ કહેવુ છે કે આ તમામ કામના કારણે તે જે બનવા માંગતી હતી તેમાં મદદ મળી છે.

તેનુ કહેવુ છે કે તે કોઇ દલીલબાજીમાં પડતી નથી. સાથે સાથે પોતાનુ વલણ દર્શાવીને હટી જાય છે. તેના માટે નિષ્પક્ષતા એક મજબુત પક્ષ તરીકે છે. તે સારી રીતે જાણે છે કે તેના માટે સારુ કામ શુ છે અને ખરાબ કામ શુ છે. તેનુ કહેવુ છે કે પોતાની કુશળતા, કામમાં વિશ્વાસ અને ત્યારબાદ તે કામમાં લાગી રહેવાના કારણે ફાયદો થાય છે. જોયા અખ્તર સ્પષ્ટ રીતે માને છે કે કામને લઇને જો ઝનુન વધે તો કહી શકાય છે કે એક દિન સબકા ટાઇમ આયેગા

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.