ભાજપા ધારાસભ્યનો તમંચા પર ડિસ્કો

પત્રકારને ધમકાવવા બદલ ભાજપામાંથી ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરાયા હતા
By: admin   PUBLISHED: Thu, 11 Jul 2019 00:13:37 +0530 | UPDATED: Thu, 11 Jul 2019 00:17:44 +0530

નવીદિલ્હી

પત્રકારને ધમકાવવા બદલ ભાજપામાંથી તગેડી મૂકાયેલા ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહનો વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે.જેમા તેઓ બંદૂકો હાથમાં લહેરાવતા રાણાજી માફ કરના ગીત પર ડાન્સ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં તેમની સાથે અન્ય લોકો પણ ડાન્સ કરી રહ્યા છે.

 વીડિયો વાયરલ થતા જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ હાથ ધરવાની ખાતરી આપી હતી.

બીજી તરફ ભાજપાના રાષ્ટ્રીય મીડિયા ઇન્ચાર્જ અનિલ બલૂનીએ વીડિયોની આકરી નિંદા કરી છે. પ્રણવ સિંહ વિરુદ્ધ પહેલેથી જ ફરિયાદોએ ભાજપા માટે સમસ્યાઓ ઉભી કરી હતી, જેના કારણે તેમને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અનિલ બલૂનીએ જણાવ્યું કે, આ મામલે ઉત્તરાખંડ ભાજપા સાથે વાત કરવામાં આવશે અને સખત પગલા લેવામાં આવશે.

વીડિયોમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી તે શેર કરવા લાયક નથી. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહની ગેરવર્તૂણક ભાજપાની શાખ માટે સમસ્યારુપ બની ચૂક્યું હતું.

આ પહેલા તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ એક પત્રકારને ધમકાવતા જોવા મળ્યા હતા. જેની તપાસ પછી ત્રણ મહિના માટે ભાજપાએ કુંવર સિંહને સસ્પેન્ડ કર્યા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.