દિલ્હીનો સૌથી અમીર ઉમેદવાર છે ગૌતમ ગંભીર

ઉમેદવારી ભરતા સમયે તેમની સપત્તિ ૧.૩૭ અરબ રૂપિયા જાહેર કરી
By: admin   PUBLISHED: Wed, 24 Apr 2019 22:33:36 +0530 | UPDATED: Wed, 24 Apr 2019 22:33:36 +0530

નવીદિલ્હી

ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પુરી થયા બાદ દિલ્હીમાં ચૂંટણી સંગ્રામનો શંખનાદ થઈ ચુક્યો છે. જીત હાર નક્કી કરવા માટે આજથી લગભગ બધા જ ઉમેદવારો પ્રચારના મેદાનમાં હશે. પરંતુ પૂર્વી દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર ઉમેદવારી કરતા જ ચર્ચામાં આવી ગયા છે. ૩૭ વર્ષીય ગૌતમ ગંભીરે સંપત્તિની બાબતમાં કોંગ્રેસ અને આપ સહિત પોતાની જ પાર્ટીના ઉમેદવારોને પાછળ છોડી દીધા છે.

દિલ્હીમાં અત્યારે સૌથી વધારે ધનવાન ઉમેદવાર ગૌતમ ગંભીર છે. જેમણે ઉમેદવારી ભરતા સમયે તેમની સપત્તિ ૧.૩૭ અરબ રૂપિયા જાહેર કરી હતી. તેમણે તેમની સ્થાવર મિલ્કત્ત ૨૧ કરોડ અને જંગમ સંપત્તિના રૂપમાં ૧ અરબ ૧૬ કરોડ રૂપિયાથી વધારેની જાણકારી ઉમેદવારી પત્રમાં દર્શાવી હતી. જ્યારે તેમની પત્ની નતાશાના નામે ૧ કરોડ ૧૫ લાખથી વધારે સ્થાવર અને પિતા દીપક ગંભીરના નામે ૭.૯૮ કરોડ રૂપિયાની સંપત્તિ છે.દિલ્હીના સાતેય લોકસભા બેઠકો ઉપર ભાજપકોંગ્રેસ અને આપના ઉમેદવારો કરતા આ સંપત્તિ વધારે છે.

ક્રિકેટર ગૌતમ ગંભીર પ્રોપર્ટીમાં રોકાણ કરવાવાળા સામે છેતરપિંડી કરવાના આરોપી પણ છે. તેમની સામે સાકેત કોર્ટમાં એક કેસ પણ ચાલી રહ્યો છે.આમ આદમી પાર્ટીમાં સૌથી વધારે ધનવાન પંકજ ગુપ્તા છે તેમની સંપત્તિ ૧૦.૪૫ કરોડ છે. જ્યારે તેમની પત્ની પાસે ૯ કરોડ ૯૭ લાખની સંપત્તિ છે. જ્યારે કોંગ્રેસમાં સૌથી વધારે ધનવાન મહાબલ મિશ્ર છે. તેમની પાસે ૧૮.૨૬ કરોડની સંપત્તિ છે. જ્યારે તેમની પત્ની પાસે ૨૬.૭૪ કરોડની સંપત્તિ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.