જાડેજા, બુમરાહ, શમી અને પૂનમ યાદવની અર્જૂન એવોર્ડ માટે ભલામણ

બીસીસીઆઈએ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ચાર ક્રિકેટરોના નામ મોકલ્યા
By: admin   PUBLISHED: Sat, 27 Apr 2019 21:56:07 +0530 | UPDATED: Sat, 27 Apr 2019 21:56:07 +0530

નવીદિલ્હી

બીસીસીઆઈએ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ચાર ક્રિકેટરોના નામ મોકલ્યા છે. જેમાં રવીન્દ્ર જાડેજામોહમ્મદ શમીજસપ્રીત બુમરાહ અને પૂનમ યાદવના નામ સામેલ છે. પૂનમ યાદવ મહિલા ક્રિકેટર છે. રમતમાં શાનદાર પ્રદર્શન કરનારને સન્માન સ્વરુપ આ એવોર્ડ આપવામાં આવે છે. આ માટે અલગ-અલગ સ્પોટ્‌ર્સ બોર્ડ ખેલાડીઓના નામે સ્પોટ્‌ર્સ મંત્રાલયને મોકલે છે. જે ખેલાડીઓના નામની ભલામણ થાય છે મોટા ભાગે તેમાંથી જ એવોર્ડ મળે છે. આ એવોર્ડ ૧૯૬૧થી શરુ થયા છે અને વિજેતાને નિશાન લગાવતા અર્જૂનની મૂર્તિ સાથે ૫ લાખ રુપિયા મળે છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર નિયુક્ત પ્રશાસકોની સમિતિએ સબા કરીમની હાજરીમાં આ ક્રિકેટરોના નામ અર્જૂન એવોર્ડ માટે નક્કી કર્યા છે. કરીમે આ ચારના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ વખતે જે ચાર ક્રિકેટરોના નામ અર્જૂન એવોર્ડ માટે મોકલ્યા છે તે બધા બોલર કે બોલર ઓલરાઉન્ડર છે.છેલ્લા એક વર્ષ આ ખેલાડીઓએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. પૂનમ યાદવ મહિલા ક્રિકેટ ટીમની સભ્ય છે. ૨૭ વર્ષની આ ફિરકી બોલરે ટીમને ઘણી વખત સફળતા મેળવી છે. તે મહિલા ક્રિકેટમાં બોલરોની વન-ડે રેન્કિંગમાં ૧૦મા નંબરની બોલર છે. તે લાંબા સમયથી ભારતીય મહિલા ટીમની બોલિંગમાં આગેવાની કરી રહી છે. તે ભારત તરફથી અત્યાર સુધી ૪૧ વન-ડે અને ૫૪ ટી-૨૦ મેચ રમી છે.

બુમરાહ હાલના સમયે વન-ડેમાં નંબર વન બોલર છે અને તે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો પ્રમુખ બોલર છે. આગામી મહિને શરુ થઈ રહેલા વર્લ્ડ કપમાં તેના ઉપર મોટી જવાબદારી હશે. મોહમ્મદ શમી હાલના દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. તેણે વન-ડેમાં શાનદાર વાપસી કરી છે. તે બુમરાહ સાથે બોલિંગ આક્રમણની આગેવાની સંભાળી રહ્યો છે.રવીન્દ્ર જાડેજા ભારતીય ટેસ્ટ ટીમનો મજબૂત સ્તંભ છે. તેણે વન-ડેમાં પણ પોતાની ઉપયોગીતા સાબિત કરી છે. તેનો વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ થયો છે. તે ટેસ્ટ રેન્કિંગમાં નંબર-૩ બોલર છે. તે ૪૧ ટેસ્ટ૧૫૧ વન-ડે અને ૪૦ ટી-૨૦માં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.