બેડમિંટન ચીન ઓપન : મનુ-સુમિત ટુર્નામેન્ટમાંથી બહાર

પુરુષ ડબલ્સના પહેલા રાઉન્ડમાં જ મનુ અને સુમિતની જોડીને હાર મળી.
By: Monika Vyas   PUBLISHED: Wed, 07 Nov 2018 15:11:14 +0530 | UPDATED: Wed, 07 Nov 2018 15:11:14 +0530

 

ફુઓઉ

મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની જોડીને ચીન ઓપનમાં મંગળવારે નિરાશા હાથ લાગી. પુરુષ ડબલ્સના પહેલા રાઉન્ડમાં જ મનુ અને સુમિતની જોડીને હાર મળી.જો કે, તેમણે આ મેચના બીજા સેટમાં ખૂબ જ લડાયક મેચ રમી, પરંતુ તેઓને સફળતા હાથ ન લાગી.

ચીન ઓપનમાં મનુ અને સુમિતની વર્લ્ડ નંબર-૨૬ની જોડીને પ્રથમ રાઉન્ડમાં ડેનમાર્કની વર્લ્ડ નંબર-૫ જોડી કિમ એસ્રુપ અને આંદ્રેસ સાકરુપે ૪૬ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૬, ૨૭-૨૫થી હાર આપી.

પુરુષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીના રુપમાં ભારતીય પડકાર યથાવત છે.  જ્યારે બીજી બાજુ  ભારતની અગ્રણી મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સારી શરુઆત કરતા મંગળવારે ચીન ઓપનની પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો.

સિંધુએ મહિલા સિંગલ વર્ગના પ્રથમ તબક્કામાં રશિયાની એવેગનિયા કોસેતકાયાને હાર આપીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો. વર્લ્ડ નંબર-૩ સિંધુએ રશિયાની કોસેતકાયાને માત્ર ૨૯ મિનિટની અંદર સીધા સેટોમાં ૨૧-૧૩, ૨૧-૧૯થી હરાવીને અંતિમ-૧૬માં પ્રવેશ મેળવી લીધો. પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સિંધુનો સામનો થાઈલેન્ડની બુસાના સામે થશે.  

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.