એકકોષી જીવ બેક્ટેરિયા પણ પોતાની દુનિયા જોવામાં સક્ષમ

૩૪૦ વર્ષના સંશોધન બાદ વૈજ્ઞાનિકોને મળી સફળતા, બેક્ટેરિયાના બોડીને સૌપ્રથમ કેમેરા તરીકે ઓળખાવ્યો
By: admin   PUBLISHED: Sat, 03 Nov 2018 20:29:41 +0530 | UPDATED: Sat, 03 Nov 2018 20:29:41 +0530

બેક્ટેરિયાનું શરીર લેન્ચ તરીકે કામ કરે છે

એક વાત ચોક્કસ નવાઇ પમાડે તેવી સામે આવી છે. બેક્ટેરિયા વિષે આપણે ઘણી માહિતી ધરાવીએ છે પરંતુ એ ચોક્કસ અચરજ ભર્યું છે કે, આ એક કોષિય જીવ પોતાની દુનિયામાં આપણી જેમ જોવા માટે સક્ષમ હતું. તેનું આખુ શરીર લેન્સનું કામ કરે છે. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ અભ્યાસમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકો દ્વારા આ વાતનો ખુલાસો કરતા ૩૦૦ કરતા વધુ વર્ષો વિતી ગયા હતા.

બ્રિટેન અને જર્મનીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં ખુલાસો કર્યો હતો કે, જીવાણું કોઇ પણ પ્રકારના એક માઇક્રોસ્કોપીક આઇબોલના સમાન કાર્ય કરે છે. જેને આપણે દુનિયાનો સૌથી જૂનો અને પહેલો આઇ કેમેરો કહી શકીએ છીએ. ક્વીનમેરી યુનિવર્સિટી ઓફ લંડનમાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર કોનાર્ડ મુલિનિયક્સે જણાવ્યું હતું કે, આ જીવાણું પોતાની દુનિયાને જોવામાં સક્ષમ છે. સાયનોબેક્ટેરિયા જળાશયોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. આ બેક્ટેરિયાનું શરીર એક લેન્સનું કામ કરે છે.

મુલિનિયક્સે જણાવ્યું હતું કે, આ પહેલા કોઇએ પણ આ બાબત પર ધ્યાન આપ્યું ન હતું. પરંતુ અમે બેક્ટેરિયાને માઇક્રોસ્કોપમાં ૩૪૦ વર્ષોથી જોઇ રહ્યાં છીએ. અચરજ પમાડે તેવી પણ ૩૦૦થી વધુ વર્ષોની વૈજ્ઞાનિકોના સંશોધન બાદ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, માણસની માફક બેક્ટેરિયા પણ પોતાની દુનિયા જોવા માટે સક્ષમ છે. તેમનું આખુ શરીર એક પ્રકારના આઇબોલનું કામ કરે છે. વૈજ્ઞાનિકોએ સંશોધન બાદ જણાવ્યું હતું કે, વર્ષોથી ચાલી રહેલા સંશોધનમાં અમને  મહત્વપૂર્ણ સફળતા મળી છે. બેક્ટેરિયા અંગેના વધુ ખુલાસાઓ થઇ શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.