મંદિર નિર્માણ માટે પ્રતિક વિધીમાં ૧૫૦૦૦૦ કારસેવકો પહોંચ્યા,તંગ સ્થિતી વચ્ચે ઝનુની ટોળાએ મસ્જિદને તોડી

છ ડિસેમ્બર ૧૯૯૨ના દિને મસ્જિદને તોડાઇ : અહેવાલ
By: admin   PUBLISHED: Thu, 06 Dec 2018 19:07:13 +0530 | UPDATED: Thu, 06 Dec 2018 19:46:40 +0530

બાબરી મસ્જિદ ધ્વંસને ૨૬ વર્ષ પૂરા થઇ ગયા

બાબરી મસ્જિદ ધ્વંસને ૨૬ વર્ષ થઈ ગયા છે પરંતુ ઘણા વિવાદો અને પ્રશ્નોનો ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ૧૬મી સદીની મસ્જિદને તોડી પાડવામાં આવી હતી ત્યારબાદ મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં મુંબઈ અને અન્ય વિસ્તારોમાં વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી અને આ હિંસાનો દોર ઘણા સમય સુધી ચાલ્યો હતો.

બાબરી મસ્જિદને રામ જન્મ ભૂમિ તરીકે જાણીતી જમીન પર ફરી કબજો જમાવવાના પ્રયાસરૂપે હિન્દુ કાર સેવકો દ્વારા તોડી પાડવામાં આવી હતી.  ઉત્તરપ્રદેશના ફેઝાબાદ જિલ્લાના અયોધ્યા શહેરમાં મસ્જિદ હતી. એ વખતે એક રાજકીય રેલી તોફાનમાં ફેરવાઇ ગઇ હતી.

આ રાજકીય રેલીમાં આશરે ૧૫૦૦૦૦ લોકો હતા.જેમાં વિહીપ, સંઘ અને બાજપના નેતાઓ હતા. રેલીને લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતીએ સંબોધન કર્યું હતુ. રેલીના પ્રથમ થોડાક કલાક દરમિયાન તંગ સ્થિતી રહી હતી. દેખાવો જારી રહ્યા હતા.

રેલીના આયોજકો મસ્જિદને કોઇ નુકસાન નહી કરવાની ખાતરી આપી હતી પરંતુ ત્યારબાદમોટી સંખ્યામાં રહેલા હિન્દુ કારસેવકોએ  મસ્જિદને તોડી પાડી હતી. બાબરી ધ્વંસનો બદલો લેવા માટે ત્યારબાદથી હજુ સુધી અનેક ત્રાસવાદી હુમલા કરવામાં આવી ચુક્યા છે.

આ બનાવ બાદ બાંગલાદેશ અને પાકિસ્તાનમાં અનેક હિન્દુ ધાર્મિક સ્થળ પર હુમલા કરવામાં આવ્યા હતા. ખુબ મોટી સંખ્યામાં લોકોએ સમગ્ર મસ્જિદને કલાકોના ગાળામાં જ તોડી પાડી હતી. શહેરમાં અનેક અન્ય મસ્જિદોને પણ તોડી પાડી હતી. ઝનુની તત્વો પાસે અનેક પ્રકારના સાધનો હતા જેના મારફતે મસ્જિદને તોડી પડાઇ હતી. 

ધાર્મિક કાર્યક્રમ એકાએક હિંસામાં ફેરવાઈ જતા આ મસ્જિદને આ હિંસા વેળા તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જિદ ધ્વંસના પરિણામે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના વચ્ચે મહિનાઓ સુધી આંતરકોમવાદી હિંસાનો દોર ચાલ્યો હતો જેથી ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. અયોધ્યા શહેરને હિન્દુ લોકો ભગવાન રામના જન્મ સ્થળ તરીકે ગણે છે અને તેને સૌથી પવિત્ર સ્થળ તરીકે ગણે છે.

૧૫૨૮માં મુઘલોના આક્રમણ બાદ મુઘલ  મીરબાંકીએ મસ્જિદ બનાવી હતી. બાંકીએ આ સ્થળ પર રામના પહેલાથી જ રહેલા મંદિરને તોડી પાડીને મસ્જિદ બનાવી હતી. ત્યારબાદ આનું નામ બાબર પર આપવામાં આવ્યુ હતુ. વર્ષો સુધી આ સ્થળે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો ધાર્મિક વિધિ કરતા હતા.

સપ્ટેમ્બર ૧૯૯૦માં અડવાણીએ રથયાત્રા કાઢી હતી. અયોધ્યા સંઘર્ષ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે ભાજપ અને અન્ય સંસ્થાઓના લોકોએ આ સ્થળ પર મંદિરના નિર્માણ માટે પ્રતિક ધાર્મિક વિધિ કરી હતી. આ સમારોહમાં ૧૫૦૦૦૦ કારસેવકો  સામેલ થયા હતા. અને એ જ દિવસે મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જિદની વરસી પહેલા તેના સમગ્ર ઉત્તરપ્રદેશમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી વરસી શાંતિપૂર્ણ પસાર થતા તંત્રએ રાહત અનુભવી હતી.

અયોધ્યામાં સુરક્ષા.....

અયોધ્યામાં ઝોન અને સેક્ટરના ભાગરુપે વિસ્તારને ફેરવીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અયોધ્યા છાવણીમાં ફેરવાઈ ગયું હતું. અયોધ્યામાં જે સુરક્ષા ગોઠવવામાં આવી તે નીચે મુજબ છે.

પીએસઈની કંપની.....૦૬

આરએએફની કંપની.....૦૨

એડિશિનલ એસપી.....૦૪

ડીએસપી.....૧૦

ઇન્સ્પેક્ટર.....૧૦

સબ ઇન્સ્પેક્ટર.....૧૫૦

પોલીસ જવાનો.....૫૦૦

બાબરી ધ્વંસ પ્રોફાઈલ

અયોધ્યામાં બાબરીમસ્જિદ ધ્વંસને આજે ૨૬ વર્ષ પરિપૂર્ણ થયા છે. આ ઘટના ભારતની સૌથી કલંકિત ઘટનાપૈકીની એક તરીકે ગણવામાં આવે છે જેની અસર હિન્દુ અને મુસ્લિમ સમુદાયમાં આજે પણ જોવા મળે છે. બાબરી ધ્વંસ પ્રોફાઇલ નીચે મુજબ છે.

સ્થળ   :       અયોધ્યા, ભારત

નિર્માણ :       ૧૫૨૭

ધ્વંસ   :       છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨

મસ્જિદ બની    :       પ્રથમ મુગલ સમ્રાટ બાબરના હુકમથી

વિશેષતા        :       બાબરના નામથી નામ રખાયું

ધ્વંસ બાદ હિંસા        :       ૨ હજારના મોત

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.