રેસલર બબીતા ફોગટે પિતા સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો

બબીતા અને મહાવીર ફોગટે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો
By: Monika Vyas   PUBLISHED: Mon, 12 Aug 2019 17:57:36 +0530 | UPDATED: Mon, 12 Aug 2019 17:57:36 +0530


નવી દિલ્હી  

દેશની ટોપની  રેસલર બબીતા ફોગટ પિતા મહાવીર ફોગટ સાથે  ભાજપમાં જોડાઇ ગયા છે. બબીતા અને મહાવીર ફોગટે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો. આ દરમિયાન ભાજપના નેતા અનિલ જૈન, રામવિલાસ શર્મા, અને અનિલ બલૂની પણ હાજર રહ્યાં હતાં.

 

ભાજપમાં જોડાયા બાદ બબીતા ફોગટે કહ્યું કે હું બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. મોદીજીની હું ઘણા વર્ષોથી ફેન છું. તેમના કાર્યોથી પ્રભાવિત છું. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી છે. તેનાથી મારા મનમાં અલગ ખુશી થઈ.

 

.આ બાજુ બબીતાના પિતા મહાવીર ફોગટે ભાજપમાં જોડાવવા બદલ કહ્યું કે મને ખુબ ખુશી છે કે આપણા મોદીજીએ પુલવામાનો તરત બદલો લીધો. ૩૭૦ હટાવીને જે ઈતિહાસ રચ્યો છે, તેનાથી હું પ્રભાવિત થયો છું. અમારા હરિયામાના મુખ્યમંત્રી ખુબ સારું કામ કરે છે.

 

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે મહાવીરજી આપણા સમાજ માટે એક મિસાલ છે. હું મહાવીરજીનું અભિનંદન કરવા માંગુ છું. હું તમારું ભાજપ પરિવારમાં સ્વાગત કરું છું. બબીતા યુવા છે, સમગ્ર ભારતની યુવા પેઢી માટે પ્રેરણાવાળી ખેલાડી રહી છે. તેઓ પાર્ટીમાં આવ્યાં બાદ પણ ખેલી શકે છે.

 

નોંધનીય છે કે હરિયાણામાં આ વર્ષના અંત સુધી વિધાનસભા ચૂંટણી થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભાજપ પોતાનો ગઢ મજબુત કરવાના પ્રયત્નોમાં છે.

 

બબીતા આ અગાઉ દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી(જેજેપી) માટે પ્રચાર કરી ચૂકી છે. મહાવીર ફોગત જજેપીના સ્પોટ્‌ર્સ સેલના પ્રદેશઅધ્યક્ષ રહી ચૂક્યા. બંનેએ જેજેપીમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.