મારો ડ્રીમ રોલ રાઈટર ખૂણામાં બેસીને લખતો હશે :આયુષ્માન

બધાઈ હો મારી જિંદગીની બીજી સ્ક્રિપ્ટ છે જેને મેં સાંભળતાની સાથે જ હા પાડી દીધી હતી : આયુષ્માન
By: admin   PUBLISHED: Thu, 27 Sep 2018 14:13:35 +0530 | UPDATED: Thu, 27 Sep 2018 14:13:35 +0530

અભિનેતા આયુષ્માન ખુરાનાની સ્પષ્ટ વાત

ફિલ્મ વિકી ડોનરથી પોતાની બોલીવુડ કારકિર્દીની શરુઆત કરનાર અભિનેતા આયુષ્માન ખુરાના અત્યારે પોતાની ફિલ્મ બધાઈ હોના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન તમને કેવા પ્રકારના રોલની તલાશ હોય છે તે પ્રશ્નના જવાબમાં આયુષ્માને જણાવ્યુ કે, મને અંધાધુન જેવા રોલની તલાશ હતી.

આ ફિલ્મમાં હું એક આંધળા મ્યુઝિશિયનના રોલમાં છું. એ પણ એક એવો આંધળો જેણે મર્ડર થતા જોયુ છે. રહી વાત ડ્રીમ રોલની તો એ રાઈટરનુ કામ છે. મે ક્યારેય સપનામાં પણ નહતુ વિચાર્યુ કે હું એક સ્પર્મ ડોનર બનીશ. મારો ડ્રીમ રોલ રાઈટર કોઈને કોઈ ખૂણામાં બેસીને લખી રહ્યો હશે. હું ઈચ્છુ છું કે, ૩૭૭ એક્ટ પર પણ ફિલ્મ બને કારણકે આ યોગ્ય સમય છે. હવે તો સેંસર બોર્ડ પણ કંઈ નહીં કરી શકે, યૂ સર્ટિફિકેટ પણ મળી જશે. 

આયુષ્માનને ફિલ્મ બધાઈ હોના ટ્રેલરને મળી રહેલ પ્રતિસાદ અંગે પૂછવામાં આવ્યુ તો તેણે જણાવ્યુ કે આ ફિલ્મની વાર્તા એકદમ હટકે છે. આજ કારણ છે કે લોકો આને પસંદ કરી રહ્યા છે. આ મારી જીંદગીની બીજી સ્ક્રિપ્ટ છે, જે સાંભળતાની સાથે જ મેં હા પાડી દીધી હતી. આ પહેલા મેં દમ લગા કે હઈશા ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળતા જ મેં હા પાડી દીધી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.