ખાતામાંથી કપાયા બાદ એટીએમમાંથી પૈસા ન નીકળે તો દરરોજ મળશે રૂ. ૧૦૦

નવીદિલ્હી.
By: admin   PUBLISHED: Fri, 12 Apr 2019 23:10:32 +0530 | UPDATED: Fri, 12 Apr 2019 23:10:32 +0530

ફરિયાદ થયાનાં ૭ દિવસોની અંદર બેંક ગ્રાહકનાં એકાઉન્ટમાં પૈસા ન જમા થાય તો બેંકે દરરોજ ૧૦૦ રૂપિયા વળતર તરીકે ગ્રાહકને આપવાનાં રહેશે

ઘણીવાર એવું થાય છે કે તમે એટીએમમાંથી પૈસા કાઢવા જાવ છો પરંતુ પૈસા નીકાળતા નથી તો પણ એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે.

આ માટે તમારે બેંકની હેલ્પલાઇન પર સતત ફોન કરવો પડે છે અને બેંકોનાં ચક્કર પણ લગાવવા પડે છે.આરબીઆઈની ગાઇડલાઇન પ્રમાણે આવું થાય તો ફરિયાદ થયાનાં ૭ દિવસોની અંદર ગ્રાહકનાં એકાઉન્ટમાં પૈસા પરત થઇ જવા જોઇએ. જો બેંક આવું ન કરે તો તેને ગ્રાહકને તેનું વળતર આપવું પડશે.ફરિયાદ થયાનાં ૭ દિવસોની અંદર બેંક ગ્રાહકનાં એકાઉન્ટમાં પૈસા ન જમા થાય તો બેંકે દરરોજ ૧૦૦ રૂપિયા વળતર તરીકે ગ્રાહકને આપવાનાં રહેશે.

આવું થાય તો ગ્રાહકે તરત બેંક બ્રાંચમાં સંપર્ક કરીને ફરિયાદ કરવી જોઇએ.જો બેંક ૩૦ દિવસની અંદર પણ આ ફરિયાદનું સમાધાન ન કરે તો તમે સીધા બેકિંગ લોકપાલને આની ફરિયાદ કરી શકે છે.તમને ટ્રાન્જેક્શનની સ્લીપ કે એકાઉન્ટ સ્ટેટમેન્ટની સાથે પોતાની ફરિયાદ નોંધાવવાની રહેશે. ૭ દિવસની અંદર પૈસા પરત ન આવે તો તમારે એનેક્શર ૫ ફોર્મ ભરવાનું રહેશે. જે દિવસે તમે આ ફોર્મ ભરશો તે જ દિવસથી આપની પેનલ્ટી ચાલુ થઇ જશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.