Wednesday,18 September 2019,16:51:20

પૂર્વ નાણાં મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીનું 66 વર્ષે નિધન

મોદી સરકારમાં ટ્રબલ શૂટર મનાતા હતા અરુણ જેટલી
By: admin   PUBLISHED: Sat, 24 Aug 2019 19:43:26 +0530 | UPDATED: Sat, 24 Aug 2019 19:43:26 +0530

દિલ્હી

પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું શનિવારે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તેઓ 66 વર્ષના હતા.આજે સવારે 12.07 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા.તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લાં 15 દિવસથી તેમની 9 ઓગસ્ટથી એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.અરુણ જેટલીને કિડનીની બીમારી હતી એ પછી તેમની ટીસ્યુના કેન્સરની સારવાર ચાલતી હતી.

 

અરુણ જેટલીનો પાર્થિવ દેહ એમ્સથી ઘરે લાવવામાં આવ્યો હતો. બીજેપી નેતા સુધાંશુ મિતલના જણાવ્યા અનુસાર રવિવારે બપોરે નિમગબોધ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 

રવિવારે સવારે તેમનો પાર્થિવ દેહ બીજેપીના મુખ્યાલય ખાતે રાજનીતિક દળોના નેતા તેમને અંતિમ વિદાય આપશે. બીજેપી મુખ્યાલયથી તેમના દેહને અંતિમ સંસ્કાર માટે નિગમબોઘ ઘાટ લઈ જવામાં આવશે.

 

હાલ વિદેશ પ્રવાસે રહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.પીએમ મોદી હાલ યુએઈમાં છે. તેમણે જેટલીની પત્ની અને દીકરા સાથે ફોન પર વાત કરી. બંનેએ મોદીને તેમનો વિદેશ પ્રવાસ રદ ન કરવાની અપીલ કરી છે. મોદીને યુએઈ પછી બહરીન પણ જવાનું છે.

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તત્કાલિન ગૃહમંત્રી રાજનાથસિંહ બાદ અરુણ જેટલી સરકારમાં સૌથી પાવરફુલ મંત્રી માનવામાં આવતા હતા. GST લાગૂ કરાવવાનો શ્રેય પણ તેમને જ જાય છે. જેટલી વ્યવસાયે વકીલ હતા પરંતુ કાયદાકીય બાબતો સાથે નાણાકીય બાબતો પર પણ પકડ રાખતા હતા. તેમની પાસે અમુક સમય માટે નાણા મંત્રાલય સાથે રક્ષા વિભાગનો પણ અગત્યનો કાર્યભાર હતો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.