અસ્થમા : કારણ સેક્સ હાર્મોન?

એલર્જી અને અસ્થમા જેવી સમસ્યા સર્જી શકે છે
By: admin   PUBLISHED: Sat, 13 Apr 2019 21:36:27 +0530 | UPDATED: Sat, 13 Apr 2019 21:42:36 +0530

વૈજ્ઞનિકોનુ કહેવુ છે કે મહિલાઓમાં બનનાર સેક્સ હાર્મોન એલર્જી અને અસ્થમા જેવી સમસ્યા પેદા કરી શકે છે. વૈજ્ઞાનિકોએ પાંચ લાખથી વધારે મહિલાઓને આવરી લઇને કરેલા અભ્યાસ બાદ આ મુજબના માહિતીસભર તારણ જારી કર્યા છે. તમામ આંકડામાં મુલ્યાંકન કર્યા બાદ જાણવા મળ્યુ છે કે અસ્થમાના લક્ષણો અને મહિલાઓના જીવનકાળમાં થનાર બે મહત્વપૂર્ણ ફેરફાર જેમાં કે કિશોરવયની પ્રાપ્તિ અને માસિક ધર્મચક્ર બંધ થવાની બાબત પારસ્પરિક રીતે જોડાયેલા છે.

બ્રિટનની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગની નિકોલાનુ કહેવુ છે કે અસ્થમા અને એલર્જીના લક્ષણો સામાન્ય રીતે કિશોરવય શરૂ થવાની સાથે જ પ્રભાવિત કરે છે. કિશોરવય પ્રાપ્ત થતાની સાથે જ માસિક ધર્મની શરૂઆત થાય છે. તેની સાથે સાથેઆ બાબતો જોડાયેલી છે. જો કે આની પાછળના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. જર્નલ ઓફ એલર્જીમાં પ્રકાશિત કરવામાં આવેલા તારણો વધુ અભ્યાસ કરવા તરફ પ્રેરિત કરે છે. અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકોએ અસ્થમા સાથે ગ્રસ્ત મહિલાઓની કિશોરપ્રાપ્તિથી લઇને ૭૫ વર્ષની વય સુધી કરવામાં આવેલા ૫૦થી વધારે અભ્યાસની કામગીરી હાથ ધરી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.