ડિપ્રેશનની દવાથી બાળક આત્મહત્યા માટે પ્રેરાઇ શકે છે

વ્યાયામ અને સાઇકોથેરાપી જેવા વૈકલ્પિક ઇલાજો કરવા જોઇએ, ડિપ્રેશન બાળકો અને મોટાઓ માટે ગંભીર સમસ્યા
By: admin   PUBLISHED: Wed, 10 Oct 2018 16:20:29 +0530 | UPDATED: Wed, 10 Oct 2018 16:20:29 +0530

ડેનમાર્કના શોધકર્તાએ આપી ચેતવણી

ડિપ્રેશન અને સ્ટ્રેસ એવી સમસ્યાં છે જે નાના બાળકથી  લઇને મોટાઓને પણ થઇ શકે છે. જેથી આ બાબતે આપણે થોડુ    સચેત રહેવું પડશે. બજારમાં મળતી ડિપ્રેશનની દવાઓની માનવ શરીર પર નકારત્મક અસર પડી શકે છે. ડિપ્રેશનની દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે માનવના મગજ પર પણ ગંભીર અસરો થઇ શકે છે. જો તમારૂ બાળક ડિપ્રેશનના કારણે પિડીત હોય તો તેને દવાઓથી દૂર રાખવો જોઇએ.

એક અભ્યાસમાં જણવા મળ્યું હતું કે, આ પ્રકારની દવાઓ બાળકો અને કિશોરને એગ્રેસીવ બનાવી શકે છે. આ દવાઓની બાળકોના મગજ પર નકારાત્મક અસરને કારણે કેટલીક વાર બાળક આત્મહત્યા કરવા માટે પણ પ્રેરાય છે.

ડેનમાર્કેના શોધકર્તાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ડિપ્રેશન રોકવા માટેની દવાઓ બાળકો અને કિશોરોમાં આક્રમકતા અને આતમહત્યાનું વૃતિને ભડકાવે છે.  જો કે આ અભ્યાસ દરમિયાન શોધકર્તાને ડિપ્રેશનની દવાઓની આક્રમકતા અને ડિપ્રેશનનો કોઇ સીધો સંબંધ જોવા મળ્યો ન હતો. આ સંશોધનમાં એક ટીમ બનાવીને ૧૮,૫૨૬ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડિપ્રેશનની દવાઓ પણ આપવામાં આવી હતી.

શોધકર્તાએ દુનિયાના લોકોને સલાહ આપી હતી કે, ડિપ્રેશનની દવા બાળકો અને કિશોરોને બને તેટલા ઓછા પ્રમાણમાં આપવી જોઇએ, શક્ય હોય ત્યાં સુધી બાળકને આવી દવાઓથી દૂર રાખવો જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, ડિપ્રેશનનો  ઇલાજ દવાઓની જગ્યાએ અન્ય વૈકલ્પિક ઇલાજો જેવા કે, વ્યાયામ અને સાઇકોથેરાપી દ્વારા કરવો જોઇએ. જેના કારણે ડિપ્રશનની દવાઓની આડ  અસરને કારણે બચી શકાય અને વ્યાયામને કારણે શરીર મજબૂત બને છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.