અંકિતાએ પૂર્વ યૂએસ ઓપન ચેમ્પિયન સ્ટોસુરને હરાવીને અપસેટ સર્જયો

ઓસ્ટ્રેલિયન ખેલાડી વિરુદ્ધ ૭-૫, ૨-૬, ૬-૫થી જીત હાસિલ કરી
By: admin   PUBLISHED: Wed, 24 Apr 2019 22:18:10 +0530 | UPDATED: Wed, 24 Apr 2019 22:18:10 +0530

એનિંગ

ભારતની ટોપની મહિલા સિંગલ્સ ખેલાડી અંકિતા રૈનાએ બુધવારે ચીનનાં એનિંગ ખાતે કુનમિંગ ટેનિસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં પૂર્વ યૂએસ ઓપન ચેમ્પિયન સામંતા સ્ટોસુરને હરાવીને અપસેટ સર્જતા પોતાના કરિયરની સૌથી મોટી જીત હાસિલ કરી અને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. એશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડાલિસ્ટ અંકિતાએ ડબ્લ્યૂટીએ ૧૨૫ ટૂર્નામેન્ટમાં ૨ કલાક ૫૦ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ઓસ્ટ્રેલિયન ખેલાડી વિરુદ્ધ ૭-૫, ૨-૬, ૬-૫થી જીત હાસિલ કરી હતી.

આ બીજીવખત છે જ્યારે બંન્ને ખેલાડી એકબીજાની આમને-સામને થઈ હતી. સ્ટોસુરે આ પહેલા મુકાબલો સીધા સેટથી જીત્યો હતો. ૨૬ વર્ષની ભારતીય મહિલા ખેલાડી માટે પરંતુ સ્ટોસુર વિરુદ્ધ થોડી મુશ્કેલી થી રહી હતી અને તે વિપક્ષી ખેલાડીની તુલનામાં પૂરા મેચ દરમિયાન માત્ર ૩ એસ ફટકારી શકી જેણે ૭ એસ લગાવ્યા.

દુનિયાની ૭૭માં નંબરની ખેલાડીએ અંકિતા (૬ ડબલ ફોલ્ટ)ની તુલનામાં વધુ ૧૮ ડબલ ફોલ્ટ કર્યાં. હવે અંકિતાનો સામનો બીજા રાઉન્ડમાં ચીનની કાઈ લિન ઝાંગ સામે થશે. વર્લ્ડ રેન્કિંગમાં ૧૭૮ સ્થાન પર રહેલી અંકિતા આ મહિનાની શરૂઆતમાં ઇંસ્તાબુંલમાં ૬૦,૦૦૦ ડોલરની આઈટીએફ સ્પર્ધામાં રનર્સઅપ રહી હતી.

 ગત વર્ષે તે સાનિયા મિર્ઝા અને નિરૂપમા વૈદ્યનાથન બાદ સિંગલ્સ રેન્કિંગમાં ટોપ-૨૦૦ પહોંચનારી ત્રીજી ભારતીય મહિલા ટેનિસ ખેલાડી બની હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.