હવે એન્જેલિના જાલી રિયલ એસ્ટેટ એજન્ટના પ્રેમમાં છે

બ્રાડ પીટ સાથે અલગ થયા બાદ મુશ્કેલ સ્થિતીનો સામનો કરી ચુકેલી એન્જેલિના જાલી ફરીથી ખુશ રહેવાના મુડમા
By: admin   PUBLISHED: Fri, 08 Nov 2019 16:00:12 +0530 | UPDATED: Fri, 08 Nov 2019 16:00:12 +0530

જાલી ફરી એકવાર ડેટ પર હોવાની ચર્ચા છેડાઇ

હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને અનેક સામાજિક કાર્યો સાથે જાડાયેલી એન્જેલિના જાલી ફરી એકવાર પ્રેમમાં પડી હોવાના હેવાલ મળી રહયા છે. મળેલી માહિતી મુજબ જાલી હવે એક રિયલ એસ્ટેટ એજન્ટની સાથે  પ્રેમમાં પડી છે. સુત્રોએકહ્યુ છે કે ૪૩ વર્ષીય જાલી પોતાના સંબંધને ખુબ ગુપ્ત રાખી રહી છે. તે પોતાની મિત્રને કહી ચુક્ી છે કે તે કોઇની સાથે ડેટ પર જવા માટે તૈયાર નથી. જા કે તે હવે ખુબ ખુબસુરત પરંતુ મોટી વયની વાસ્તિના પ્રેમમાં છે. પ્રોફેશનની  દ્રષ્ટિએ રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે છે. તે કોઇ સેલિબ્રિટી નથી. સાથે સાથે તે કોઇ રીતે હાઇ પ્રોફાઇલ પણ નથી.

સુત્રોએ કહ્યુ છે કે જાલી અને બ્રાડ પીટ પણ પોતાના સંબંધના ગાળા દરમિયાન કોઇ વાત જાહેર કરતા ન હતા. જાલી બ્રાડ પીટ સાથે સંબંધ તુટી ગયા બાદ ખુબ મુશ્કેલ સ્થિતીમાં હતી. હવે સારો સમય ગાળવા માટે તે એક પુખ્ત વયની વાસ્તિની સાથે નજરે પડી રહી છે. જાલી કહે છે કે તે લાઇફના મુશ્કેલ તબક્કામાંથી બહાર આવવા માટે મથામણ કરી રહી છે. બ્રાડ પીટ અને જાલીને ચાહકો ફરી સાથે જાવા માટે ઇચ્છુક છે. જા કે હવે આ બાબત ક્યારેય શક્ય બનનાર નથી. બ્રાડ પીટ અને જાલી વચ્ચેના સંબંધ હવે ખુબ ખરાબ થઇ ચુક્યા છે. હવે એક રૂમમાં બન્ને સાથે રહેવાની સ્થિતીમાં નથી.

બીજી બાજુ છુટાછેડાના ભાગરૂપે તેમની વચ્ચે બાળકોની કસ્ટડીને લઇને પણ હવે સમજુતી થઇ ચુકી છે. જેથી કોર્ટ મારફતે તેમની વચ્ચે બાળકોને લઇને સુવિધા કરવામાં આવી છે. કોઇ સમય બ્રાડ પીટ અને જાલીની જાડીને વિશ્વની સૌથી ખુબસુરત જાડી તરીકે ગણવામાં આવતી હતી. હવે તેમની વચ્ચે સંબંધનો અંત આવી ગયા બાદ સ્થિતી બદલાઇ ચુકી છે. તેમની વચ્ચે વિખવાદ હજુ રહેલા છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.