ભજ્જી સાથે થયેલ મંકીગેટ બાદથી દારુનું સેવન વધી ગયુ

ભજ્જીએ મને બેથી ત્રણ વખત વાંદરો કહ્યા બાદ મેં દારુ વધુ માત્રામાં પીવાનો શરુ કરી દીધો હતો : સાઈમંડ્‌સ
By: admin   PUBLISHED: Fri, 02 Nov 2018 20:18:30 +0530 | UPDATED: Fri, 02 Nov 2018 20:18:30 +0530

ઓસીના પૂર્વ ખેલાડી સાઈમંડ્‌સનું નિવેદન

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રુ સાયમંડ્‌સે ભારત સાથે થયેલ ચર્ચિત મંકીગેટ પ્રકરણ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એન્ડ્રુ સાયમંડ્‌સે જણાવ્યુ કે, આ પ્રકરણ બાદ તે દારુનો વ્યસની થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ઓલરાઉન્ડરે આરોપ લગાવ્યો હતો કે, ૨૦૦૮માં રમાયેલ સિડની ટેસ્ટમાં ભારતીય ઓફ સ્પિનર હરભજનસિંહે તેને મંકી એટલે વાંદરો કહ્યો હતો. હરભજનસિંહે આવી કોઈપણ વાતથી ઈન્કાર કર્યો હતો. 

હરભજન પર પ્રથમ ત્રણ મેચોનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં જ્યારે ભારતે પ્રવાસ અધવચ્ચે છોડવાની ધમકી આપી, તો બન્ને દેશોના ક્રિકેટ સંબંધોમાં ખૂબ જ કડવાશ ઉભી થઈ. ત્યારબાદ હરભજન પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો. ૧૦ વર્ષ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ફરી એકવાર પોતાના ખેલાડીઓના વ્યવહારને લઈને ચર્ચામાં છે. 

દ.આફ્રિકામાં બોલ સાથે ચેડાના પગલે તેના કેપ્ટન (પૂર્વ) સ્ટીવ સ્મિથ, વાઈસ કેપ્ટન (પૂર્વ) ડેવીડ વોર્નરે પ્રતિબંધનો સામનો કરવો પડી રહ્યો છે. એક રીવ્યુ કમિટીએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને તેના કલ્ચર પર નિશાન સાધ્યુ છે. ઈંગ્લેન્ડમાં જન્મેલ સાઈમંડ્‌સના માતા-પિતામાંથી કોઈ એક વેસ્ટઈન્ડિઝના હતા. તે હજી પણ કહે છે કે હરભજનસિંહે મને ઘણી વખત મંકી કહ્યો છે. કદાચ બેથી ત્રણ વાર. ત્યારબાદથી મારા કરીયરની પડતી આવી. મેં ખૂબ જ દારુ પીવાનો શરુ કરી દીધો, આની અસર મારા જીવન પર પડી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.