એરફોર્સના ગુમ થયેલા વિમાનના અવશેષો અરૂણાચલ પ્રદેશમાંથી મળ્યા

એરફોર્સનું A 32 વિમાન 3 જુને ગુમ થયું હતું.
By: Monika Vyas   PUBLISHED: Tue, 11 Jun 2019 16:41:03 +0530 | UPDATED: Tue, 11 Jun 2019 16:42:35 +0530 ગૌહાટી   

ઇન્ડિયન એરફોર્સના ગુમ થયેલાં A 32 વિમાનનો 8 દિવસ પછી મંગળવારે અરૂણાચલ પ્રદેશમાંથી કાટમાળ મળી આવ્યો છે.13 લોકોને લઇને આસામના એકબેઝથી ઉપડેલું આ વિમાન 3 જુને ગુમ થયું હતું.ઇન્ડિયન એરફોર્સે ટ્વીટ કરતાં જણાવ્યું છે કે ગુમ થયેલા A 32 વિમાનનો ભંગાર લિપોથી 16 કિલોમીટર દુર જોવા મળ્યો છે.એમઆઇ 17 હેલીકોપ્ટરના સર્ચ ઓપરેશન દરમિયાન લગભગ 12 હજાર ફુટની ઉંચાઇ પર ટાટોના ઉત્તર પુર્વમાં આ કાટમાળ જોવા મળ્યો છે.

વિમાનના ગુમ થયા પછી એમઆઇ 17 હેલીકોપ્ટર તેની શોધખોળ માટે લાગેલું હતું.મંગળવારે બપોરે અરૂણાચલ પ્રદેશના સિયાંગ જીલ્લાના ગેટ ગામ પાસે ગુમ થયેલાં વિમાનનો ભંગાર એમઆઇ 17 હેલીકોપ્ટરને જોવા મળ્યો હતો.

ગુમ થયેલા વિમાનના અવશેષો મળ્યા બાદ હવે એરફોર્સની બીજી ટીમો પણ આ સ્થળે પહોંચી રહી છે.આ ટીમો હવે એ શોધી રહી છે કે વિમાનમાં સવાર 13 વ્યક્તિઓ જીવતી છે કે નહીં.

ભારતીય વાયુસેનાએ શનિવારના રોજ જાહેરાત કરી કે જે કોઇપણ વિમાન એએન-32ના લોકેશનની માહિતી આપશે તેને પાંચ લાખ રૂપિયાનું ઇનામ અપાશે. એર ઇસ્ટર્ન એર કમાન્ડના માર્શલ આરડી માથુરે તેની જાહેરાત કરતાં કહ્યું કે જે પણ તેની આ માહિતી આપશે તેને ઇનામ અપાશે.

વાયુસેનાનું AN-32 વિમાન આસામના જોરહાટથી અરુણાચલ પ્રદેશ માટે ઉડાન ભર્યા બાદ ગાયબ થઇ ગયું હતું.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.