સ્ટાર એમી જેક્સન હજુ પણ વર્કઆઉટ કરે છે : અહેવાલ

અભિનેત્રીએ નિયોન ગ્રીન વર્કઆઉટમાં ફોટો શેયર કર્યા
By: admin   PUBLISHED: Tue, 04 Jun 2019 14:25:37 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:25:37 +0530

વર્કઆઉટના ગાળાના ફોટો શેયર કર્યા : રિપોર્ટ

બોલિવુડ અને દક્ષિણ ભારતની ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી એમી જેક્સન હાલમાં સગર્ભા છે અને પોતાની પુરતી કાળજી લઇ રહી છે. હાલમાં તે કેટલીક હળવી કસરત પણ કરી રહી છે. જેના ફોટો હાલમાં જારી કરવામાં આવ્યા છે. એમી જેક્સને હાલમાં પોતાના સગર્ભા હોવાના સમાચાર સોશિયલ મિડિયા પર આપ્યા હતા. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર સતત ફોટાઓ અને વિડિયો જારી કરતી રહે છે. હવે એમી જેક્સન દ્વારા નવા ફોટાઓ પણ જારી કરવામાં આવ્યા છે.

પોતાની મધરહુડની જર્ની અંગે તે માહિતી આપી રહી છે. સામાન્ય રીતે તે પોતાની કાળઝી પણ રાખી રહી છે. અભિનેત્રીએ હવે ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટાઓ મુકી દીધા છે. જેમાં તે જીમ પ્લેસમાં નજરે પડી રહી છે. તેની સામે બોક્સિંગ બેગ અને આસપાસ અન્ય વર્કઆઉટ મશીન પણ નજરે પડે છે. એમીએ ફોટો શેયર કરીને કેપ્શન પણ લખ્યા છે. જેમાં તે કહેતી નજરે પડે છે કે સગર્ભા વ્યવસ્થાના ગાળાના છ મહિના થઇ ગયા હોવા છતાં તે કસરત કરી રહી છે.

તમામ લોકો સારી રીતે જાણે છે કે એમી જેક્સન બિઝનેસમેન અને હોટેલ ચેનના માલિક જ્યોર્જ પેનિયાતો સાથે સંબંધ ધરાવે છે. કેટલાક વર્ષો સુધી એકબીજાના પ્રેમમાં રહ્યા બાદ હવે જાન્યુઆરીમાં બંનેએ સગાઇ કરી લીધી હતી. એમી જેક્સન બોલિવુડમાં પોતાની સેક્સી અને બોલ્ડ છાપના કારણે જાણીતી રહી છે. એમી જેક્સન થોડાક સમય પહેલા રજનિકાંતની ટુ ફિલ્મમાં નજરે પડી હતી. જો કે ત્યારબાદ તે કોઇ ફિલ્મમાં કામ કરી રહી નથી. એમી જેક્સન બોલિવુડની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મમાં પણ લોકપ્રિયતા મેળવી ચુકી છે. હાલમાં તે બિલકુલ આરામ પર છે. કોઇ ફિલ્મમાં કામ કરી રહી નથી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.