અમિતાભનું ટ્વીટર એકાઉન્ટ હેક,હેકર્સે લખ્યું : Love You Pakistan

અમિતાભનું ટ્વીટર એકાઉન્ટ હેક કરી તેના પર ઇમરાન ખાનનો ફોટો મુક્યો
By: Monika Vyas   PUBLISHED: Tue, 11 Jun 2019 14:03:18 +0530 | UPDATED: Tue, 25 Jun 2019 15:18:03 +0530


મુંબઇ

બોલિવુડનાં શહેનશાહ મહાનાયક અમિતાભ બચ્ચનનું ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.સોમવારે મેગાસ્ટાર અમિતાભનું ટ્વીટર એકાઉન્ટ કોઇ ટર્કીશ ગ્રુપના અય્યાલદીઝ ટીમ દ્રારા હેક કરવામાં આવ્યું હતું.

અમિતાભનું એકાઉન્ટ હેક કરીને તેના પર પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાનનો ફોટો મુકવામાં આવ્યો હતો અને કેપ્શન લખવામાં આવ્યું હતું Love You Pakistan…હેકર્સે પોતાને Ayyıldız Tim Turkish Cyber Army ગણાવ્યાં હતા.

Amitabh Bachchan's Twitter Account Hacked, Profile Picture Changed to Pakistan Prime Minister's

જો કે અમિતાભનું એકાઉન્ટ હેક થયા બાદ એક કલાકની અંદર તેને નોર્મલ કરી દેવામાં આવ્યું હતું.

અમિતાભ જેવા સ્ટાર અભિનેતાનું ટ્વીટર હેક થતા મુંબઇ સાયબર ક્રાઇમને જાણ કરવામાં આવી હતી. મુંબઇ પોલિસના કહેવા પ્રમાણે હેકર્સે લોકોને ઉશ્કેરવા અને પોતાની તાકાત બતાવવા આ પ્રકારનું કામ કર્યું છે.

 

હેકર્સે પહેલાં ટ્વિટ કરીને ભારતને મુસ્લિમ વિરોધી અને તેમના પર (મુસ્લીમો)અત્યાચાર કરનાર ગણાવ્યું હતુ. લખ્યું હતુ ભારત, જ્યાં રમઝાન મહિનામાં રોઝા રાખનારા મુસલમાનો પર હુમલા થાય છે.

હેકર્સે બીજા ટ્વિટમાં પાકિસ્તાનના પીએમને ટેગ કરતાં તસવીર શેર કરીને લખ્યું હતુ કે પાકિસ્તાનથી પ્રેમ છે.

છેલ્લી ટ્વિટમાં લખ્યું હતુ કે આ આખી દુનિયા માટે મેસેજ છે અમે આઇસલેન્ડ રિપબ્લિકની તુર્કીશ ફૂટબોલ ટીમ સાથે પક્ષપાતપૂર્ણ વ્યવહારની નિંદા કરીએ છીએ, અમે નરમાઇથી બોલીએ છીએ.પરંતુ અમારી પાસે મોટી લાકડી છે, અમે તમને જણાવી રહ્યાં છીએ કે આ મોટો સાઇબર હુમલો છે, Ayyıldız Tim તુર્કીશ આર્મી.....

જોવાની વાત એ છે કે આ હેકર્સ ગ્રુપે અગાઉ શાહીદ કપુર અને અનુપમ ખેરના ટ્વીટર એકાઉન્ટ પણ હેક કર્યા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.