અમિત શાહની હિટલિસ્ટમાં પહોંચ્યા ગુજરાતના નેતા, પાર્ટી સંગઠનમાં નિષ્ફળ જતાં શાહ નારાજ

નવીદિલ્હી..
By: admin   PUBLISHED: Tue, 30 Apr 2019 00:08:12 +0530 | UPDATED: Tue, 30 Apr 2019 00:08:30 +0530

વર્ષ ૨૦૧૫ દરમિયાન પાટીદાર અનામત અંદોલન થયું ત્યાર બાદની સ્થિતિને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કાબુ કરવામાં નિષ્ફળ રહ્યા

ગુજરાતની લોકસભા બેઠકોનું મતદાન પૂરૂ થયા પછી હવે રાજકીય પાર્ટીઓ પ્રચાર અને સંભવિત પરિણામોનું વિશ્લેષણ કરી રહી છે. કોંગ્રેસના ક્યા નેતાઓ ભાજપને ક્યાં મદદ કરી અને ભાજપના ક્યાં નેતાઓ નિષ્ક્રિય રહ્યા તેની ઇન્ટેલિજન્સ માહિતી એકત્ર કર્યા બાદ એક અહેવાલ તૈયાર થઇ રહ્યો છે. તેમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ મળી છે, જેના કારણે મોવડીમંડળની આંખો પહોળી થઇ ગઇ છે..

જીતુ વાઘાણી પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં નિષ્ફળ ગયા હોઇ છેલ્લે ખુદ અમીત શાહે જ ગાંધીનગર બેઠકનો મોરચો સંભાળવો પડ્યો હતો.લોકસભા ચૂંટણીમાં અડવાણીની બેઠકથી ઉમેદવારી પત્ર ભરનારા અમિત શાહ ઉમેદવારી પત્ર ભર્યાના દિવસથી ધૂંઆધાર પ્રચારમા જોવા મળ્યા હતા. આ બેઠકથી અત્યાર સુધી ચૂંટણી લડતા અડવાણી સામાન્ય પ્રચાર જ કરતા હતા. અને અધધ કહી શકાય તેવી લીડ મેળવતા હતા.

આમ તો આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. પરંતુ હવે સ્થિતિ બદલાઈ હોય તેમ મનાય છે. કારણ કે, અમિત શાહની આ બેઠક પર જીત નિશ્ચિત મનાય છે, પરંતુ ગત વખત કરતા ઓછી લીડ મેળવશે તેવો અંદાજ ખુદ ભાજપના નેતાઓને જ છે. આ સ્થિતિ પાછળ જવાબદાર છે પ્રદેશ ભાજપ અને અમિત શાહ પોતે.

અત્યાર સુધી અડવાણી ચુંટણી લડતા હતા ત્યારે લોકસભા સીટ પર ઇન્ચાર્જ અમિત શાહ જ રહેતા અને મસમોટી લીડથી અડવાણીને જીત અપાવતા હતા. પરંતુ હવે અમિત શાહ પાસે કોઈ બીજો અમિત શાહ નથી એટલે અમિત શાહને ખુદ પ્રચાર મેદાને ઉતરવું પડ્યું હતું અને સોસાયટીના ચેરમેનો સાથે મીટીંગો કરવી પડી હતી.

મોદી-શાહ જ્યારથી દિલ્હી ગયા છે. ત્યારથી પ્રદેશ ભાજપે બંને નેતાઓએ કરેલી મહેનત અને ઉભા કરેલા જનમત પર પાણી ફેરવી દીધું હોવાનું ભાજપના જ કાર્યકર્તાઓ ચર્ચી રહ્યા છે.

 વર્ષ ૨૦૧૫ દરમિયાન પાટીદાર અનામત અંદોલન થયું ત્યાર બાદની સ્થિતિને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કાબુ કરવામાં નિષ્ફળ રહ્યા છે. પોતે પાટીદાર છે અને પ્રદેશ ભાજપની જવાબદારી તેના શીરે છે. તેમ છતાં તોફાનોને બે વર્ષ વીતવા છતાં પરિસ્થિતિ પર કાબુ મેળવી નહિ શકતા વર્ષ ૨૦૧૭ ચૂંટણી દરમિયાન ભાજપને માંડ માંડ જીત મળી હતી.

 તો બીજી તરફ સંગઠન પર પણ તેની પકડ નથી. જેથી આંતરીક વિરોધને પણ ખાળી શક્યા નથી અને તેમના કહ્યામાં કોઈ નેતાઓ કે કાર્યકર્તાઓ રહ્યા નથી, જેથી આ સીટ પર આંતરિક વિરોધ પણ ખુબ થયો હતો. અને કેટલાય કાર્યકર્તાઓ નિષ્ક્રિય રહ્યા હતા. જે પ્રમાણેની સ્થિતિ મોદી-શાહ છોડીને ગયા હતા તેનાથી બિલકુલ વિપરીત પરિસ્થિતિ ઉભી થઇ છે અને તેની પાછળ જવાબદાર પ્રદેશ ભાજપ સંગઠન જ છે.

પ્રદેશ ભાજપ અમિત શાહને ચાણક્યના બીરૂદ સાથે સંબોધન કરે છે. અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ગાંધીનગર લોકસભા સીટ એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. એમ છતાં અમિત શાહને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ શો યોજવા પડ્યા. અનેક સોસાયટીઓમાં સેક્રેટરીઓ સાથે બેઠક કરવી પડી હતી. અમીત શાહની સભાઓમાં પણ વાઘાણી મોટી મેદની કરી શક્યા ન હતાં. અમીત શાહે  સામાન્ય કાર્યકરો સાથે ભાજપનો પ્રચાર કરવો પડ્યો હતો. ત્યારે કાર્યકર્તાઓ ચર્ચી રહ્યા છે કે મોદી-શાહે સંગઠન ઉભું કરવાનું કામ કર્યું હતું. પરંતુ હાલના નેતાઓ સંગઠન પર પકડ ગુમાવી ચુક્યા છે અને એટલે જ આ સ્થિતિનું નિર્માણ થયું છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.