મારા પર લાગેલા આરોપમાં કોઈ તથ્ય રહેલુ નથી : વિકાસ

અનુરાગ બાસુ અને વિક્રમાદિત્ય મોટવાનીએ મારી ઈમેજ ખરડવાનો પ્રયત્ન કર્યો છેઃ ફિલ્મમેકર વિકાસ બહલ
By: admin   PUBLISHED: Mon, 22 Oct 2018 22:14:47 +0530 | UPDATED: Mon, 22 Oct 2018 22:14:47 +0530

આઈએફટીડીએને વિકાસ બહલનો જવાબ

ફિલ્મમેકર વિકાસ બહલની મુશ્કેલી દિવસેને દિવસે વધતી જ જાય છે. એક બાદ એક કેટલીક મહિલાઓએ વિકાસ બહલ પર આરોપ લગાવ્યો કે તેણે તેમનુ યૌન શોષણ કર્યુ છે. ત્યારે હવે તમામ આરોપો અંગે વિકાસ બહલે પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે જ વિકાસે ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન ડાયરેક્ટર્સ એસોસીએશન દ્વારા મોકલવામાં આવેલ નોટિસનો પણ જવાબ આપ્યો છે. વિકાસે પોતાના જવાબમાં લખ્યુ કે તેના પર લગાવાયેલ આરોપો ખોટા અને પાયાવિહોણા છે, આમાં કોઈ સત્ય નથી.

વિકાસે એ પણ જણાવ્યુ કે, તેના વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચવામાં આવ્યુ છે. સાથે જ વિકાસે એ પણ જણાવ્યુ કે, અત્યાર સુધી તેની સામે કોઈ પોલીસ ફરીયાદ કે કાયદાકીય કેસ થયો નથી. વિકાસે એ પણ લખ્યુ કે, તેની ગત કંપની ફેન્ટમ ફિલ્મ્સના કો-ફાઉન્ડર્સ એટલે કે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનીએ તેની સામે સોશિયલ મીડિયાથી લઈને અન્ય સ્થળો પર ઘણુ બધુ કહ્યુ છે. તેમણે મારી ઈમેજ ખરડવાનો પ્રયત્ન કર્યો છે. જેથી તેણે આઈએફટીડીએને ભલામણ કરી છે કે તે અનુરાગ અને વિક્રમાદિત્ય મોટવાનીની વાતો પર ધ્યાન ન આપે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.