૨૦૨૫માં ભારતને મળશે દુનિયાની સૌથી ખતરનાક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ

રશિયન મિશનના ડેપ્યુટી ચીફ રોમન બકસ્કિને કહ્યું કે એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ભારતને ૨૦૨૫ સુધી મળી જશે
By: admin   PUBLISHED: Fri, 17 Jan 2020 21:49:23 +0530 | UPDATED: Fri, 17 Jan 2020 21:49:23 +0530

નવીદિલ્હી

રશિયન મિશનના ડેપ્યુટી ચીફ રોમન બકસ્કિને કહ્યું કે એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ભારતને ૨૦૨૫ સુધી મળી જશે. તેમણે કહ્યું કે ભારતને આપવા માટે એસ-૪૦૦નું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે. આ ખુબ જ સક્ષમ અને ખતરનાક મિસાઈલ પ્રણાલી મેળવવાથી ભારતને પોતાના દુશ્મનો ખાસ કરીને પાકિસ્તાન અને ચીનના હવાઈ હુમલાઓને ટક્કર આપવામાં મદદ મળશે.

આ છે સિસ્ટમની ખાસિયતો

૧. એસ-૪૦૦ ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ એક જ વારમાં ૩૬ નિશાન ભેદી શકે છે.

૨. આ સિસ્ટમ દ્વારા એક સાથે ૭૨ મિસાઈલો છોડી શકાય છે.

૩. એસ-૪૦૦ એસ-૩૦૦ પીએમયુ૨ વાયુ મિસાઈલ કોમ્પ્લેક્સ પર આધારિત છે.

૪. આ મિસાઈલ સિસ્ટમમાં એક યુદ્ધ નિયંત્રણ ચોકી, હવાઈ લક્ષ્યાંકોની ભાળ મેળવવા માટે ત્રમ કોર્ડિનેટ જામ-રેઝિસ્ટેન્ટ ફેઝ્‌ડ એરે રડાર, છ-આઠ વાયુ રક્ષા મિસાઈલ કોમ્પ્લેક્સ (૧૨ સુધી ટ્રાન્સપોર્ટર લોન્ચર સાથે) અને સાથે એક બહુઉપયોગી ફોર-કોઓર્ડિનેટ ઈલ્યુમિનેશન એન્ડ ડિટેક્શન રડાર), એક ટેક્નિકલ સહાયક પ્રણાલી સહિત અન્ય સાધનો લાગેલા છે.

૫. એસ-૪૦૦ પ્રણાલીમાં દરેક ઊંચાઈ પર કામ કરનારા રડાર (ડિટેક્ટર) અને એન્ટેના પોસ્ટ માટે મૂવેબલ ટાવર પણ લગાવી શકાય છે.

૬. આ મિસાઈલ સિસ્ટમ ૬૦૦ કિમીના અંતર સુધીના લક્ષ્યાંકો અંગે માહિતી મેળવી શકે છે.

૭. આ સિસ્ટમની ટેક્નિકલ બેલિસ્ટિક મિસાઈલ પાંચથી ૬૦ કિમી સુધીના લક્ષ્યાંકોને તબાહ કરી શકે છે.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.